અ’વાદનો આ કેસ દુનિયા આખીમાં પ્રથમવાર બન્યો, કોરોના સાથે 71 ટકા દાઝેલી મહિલા સ્વસ્થ થઇ

અ’વાદનો આ કેસ દુનિયા આખીમાં પ્રથમવાર બન્યો, કોરોના સાથે 71 ટકા દાઝેલી મહિલા સ્વસ્થ થઇ

જ્યારે ખબર પડી કે પત્નીની બચવાની ઉમ્મીદ ખુબ ઓછી છે તો પતિએ હિમ્મત દેખાડી અને 2740 કિલોમીટર સુધી ગાડી ચલાવી એક મિશાલ ઉભી કરી. પોતાની પત્નીનો જીવ બચાવવા માટે એક વ્યક્તિએ 2,740 કિમી સુધી ગાડી ચલાવી. પતિનો પ્રેમ જોઇ પત્નીએ પણ હાર ન માની અને આજે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગઇ છે.

અમદાવાદમાં 71 ટકા દાઝેલ અને કોવિડ-19થી સંક્રમિત 23 વર્ષની મિસ્બાહ ખારવાલા સંપૂર્ણ રીતે ઠીક થઇ ગઇ છે. તેને બે મહિના સુધી સંઘર્ષ કરવો પડ્યો જે દરમિયાન તેની કેટલીક દુર્લભ સર્જરીઓ પણ કરવામાં આવી. મિસ્બાહના પતિ ફૈઝલે 1370 કિલોમીટર દૂર કર્ણાટકમાં ગ્રાફ્ટ પ્રોસીઝર માટે સ્કિન બેંક જવાનું હતું.

ખરેખર ગુજરાતમાં કોઇ સ્કિન બેંક નથી આવામાં ફૈઝલ કોઇ રિસ્ક કેવા માંગતો ન હતો. ડોક્ટરો પણ ટેંશનમાં હતા કારણ કે કોરોના અને 71 ટકા દાજેલ હોવાથી મિસ્બાહની બચવાની આશા ખુબ જ ઓછી હતી. 9 મે એ રમઝાન દરમિયાન મિસ્બાહ રસોડામાં ખાવાનું બનાવતા સમયે દાઝી ગઇ હતી.

મિસ્બાહ ખુબ જ વધારે દાઝી ગઇ હતી અને રાત્રે જ હોસ્પિટલને ફોન કર્યા હતા પરંતુ હોસ્પિટલોએ તેને દાખલ કરવાથી ઇન્કાર કરી દીધો. મિસ્બાહ અને ફૈઝલનું ઘર જમાલપુરમાં હતું જે કન્ટેનમેન્ટ ઝોનમાં હતું. આખરે એલજી હોસ્પિટલમાં મિસ્બાહ માટે બેડની વ્યવસ્થા કરવામાં આવી. બે દિવસ બાદ મિસ્બાહની રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી જેના પછી તેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મિસ્બાહે એસવીપી હોસ્પિટલથી ડિસ્ચાર્ઝ થતા સમયે કહ્યું,”હું જમાલપુરમાં રહું છું માટે કોઇ પણ હોસ્પિટલ મને ભર્તી કરવા માટે તૈયાર ન હતા. આખરા મત વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એલજી હોસ્પિટલમાં અમને બેડ અપાવ્યો.”

ડોક્ટરનું કહેવું છે કે, જો મિસ્બાહ કોરોનાથી ઠીક ન થતી તો તેના શરીરમાં ઝેર ફેલાઇ જતું. પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોક્ટર વિડય ભાટિયા અને હેડ ઓફ મેડિસિન ડો. અમિ પરીખે મિસ્બાહની સર્જરી કરી હતી. 14 મેના રોજ મિસ્બાહ કોરોનાથી મુક્ત થઇ ગઇ. તેના પછી ડોક્ટરોએ ગ્રાફ્ટ પ્રોસીઝરની તૈયારી કરી.

દુનિયામાં આવો પ્રથમ કેસ

ડોક્ટર ભાટિએ જણાવ્યું કે,’17 જૂને સવારે સાત વાગ્યે સ્કિન અમદાવાદ પહોંચી અને પછી એક કલાકમાં મિસ્બાહની ઓટોગ્રાફ્ટ અને હોમોગ્રાફ્ટના કમ્બાઇન્ડ એપ્લિકેશન દ્વારા સર્જરી કરવામાં આવી,’ હોસ્પિટલ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, આ દુનિયાનો પ્રથમ એવો મામલો છે જેમા મહિલા ખુબ જ ખરાબ રીતે દાઝી હોય અને તેને કોરોના પોઝિટિવ હોય અને ઠીક થઇ ગઇ હોય. આ બંન્ને સ્થિતિઓ ખુબ જ જીવલેણ છે.