ભારતીયો માટે ગ્રીન કાર્ડનાં વેઇટિંગ લિસ્ટનો બેકલોગ 195 વર્ષથી વધુ!

ભારતીયો માટે ગ્રીન કાર્ડનાં વેઇટિંગ લિસ્ટનો બેકલોગ 195 વર્ષથી વધુ!

। વોશિંગ્ટન ।

ભારતીયો માટે અમેરિકામાં કાયમી વસવાટ મેળવવા અથવા તો ગ્રીન કાર્ડ મેળવવાનું વેઇટિંગ લિસ્ટ ૧૯૫ વર્ષથી વધારે હોવાનું અમેરિકાનાં રિપબ્લિકન સેનેટર માઈક લીએ જણાવ્યું હતું. તેમણે પોતાનાં સેનેટનાં સાથીઓને આ સમસ્યા ઉકેલવા માટે સંસદમાં ઠરાવ લાવવા અને પસાર કરાવવા અનુરોધ કર્યો હતો.

ગ્રીન કાર્ડ એ અમેરિકામાં ધારકને કાયમી વસવાટ કરવા પરવાનગી આપતું કાર્ડ છે. જે અમેરિકાનાં ઇમિગ્રેશન વિભાગ દ્વારા આપવામાં આવતો દસ્તાવેજ છે. સેનેટર માઈક લી એ કહ્યું હતું કે, હાલની ગ્રીન કાર્ડ પોલિસી જેમનાં મૃત્યુ પામેલા માતા પિતાની ગ્રીન કાર્ડની અરજીને જોબ ન હોવાથી નકારવામાં આવી હોય તેવા બાળકોને કોઈ સુરક્ષા આપતી નથી. જે ભારતીયએ ગ્રીન કાર્ડ મેળવવા અરજી કરી હોય તેવા ભારતીયોએ EB-E ગ્રીન કાર્ડ મેળવવા ૧૯૫ વર્ષ સુધી રાહ જોવાની રહેશે.

ત્રણ સુધારા સૂચન

લી અને ન દ્વારા આ માટે ત્રણ સુધારા સૂચવવામાં આવ્યા હતા. જેમાં ઇમિગ્રન્ટસ અને તેમનાં પરિવારોને રક્ષણ, ઇમિગ્રેશનનું સ્ટેટસ બદલ્યા વિના ટ્રાવેલની પરવાનગી તથા ઇમિગ્રન્ટસનાં બાળકો ગ્રીન કાર્ડ મેળવતા મોટી ઉંમરનાં થાય તો તેમને હકાલપટ્ટી સામે રક્ષણ આપવાનો સમાવેશ થાય છે.