ચીનનો ભયંકર બિહામણો ચહેરો આવ્યો સામે : PAK, સહિતના મુસ્લીમ દેશો બિલાડી બની ગયા

ચીનનો ભયંકર બિહામણો ચહેરો આવ્યો સામે : PAK, સહિતના મુસ્લીમ દેશો બિલાડી બની ગયા

પાકિસ્તાન સહિતના મુસ્લીમ દેશોની પડખે ઉભા રહેનારા ચીનનો બિહામણો ચહેરો દુનિયા સામે આવ્યો છે. ચીને પોતાના ડિટેંશન કેમ્પોમાં શિનજિયાંગ પ્રાંતના અધધ 80 લાખ ઉઈગુર મુસલમાનોને ગોંધી રાખ્યા હોવાનો તાજેતરમાં જ એક ગોપનીય દસ્તાવેજોમાં ખુલાસો થયો છે.

ગુપ્તચર દસ્તાવેજમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ચીનની સરકાર પોતાની શ્રમ અને રોજગાર નીતિ થકી શિનજિયાંગ પ્રાંતના લોકોનું સાંસ્કૃતિક અને સામાજીક જીવનને વધારે સારૂ બનાવવામાં આવી રહ્યું હોવાનો પણ માન્યામાં ના આવે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ માટે 80 લાખ મુસ્લિમોને અલગ-અલગ ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવ્યા છે.

મોટી સંખ્યામાં ધમધમે છે ડિટેન્શન સેન્ટર

બ્રિટનના એક જાણીતા સમાચારપત્રના અહેવાલ પ્રમાણે ચીન તેના શિનજિયાંગ પ્રાંતમાં મોટા પાયે ડિટેન્શન સેન્ટરો ચલાવી રહ્યું છે. જેમાં ચીન સામેના રાજકીય અસંતોષને દાબી દેવાનુ કામ કરવામાં આવે છે. આ કેમ્પમાં મુસ્લિમો પર ભયંકર અત્ચાર પણ ગુજારવામાં આવે છે. શિનજિયાંગમાંથી ભાગેલી એક મહિલાએ અમેરિકાના નેતાઓને જણાવ્યું હતું કે, 2018માં હું આવા જ એક કેમ્પમાંથી ભાગી હતી. આ કેમ્પમાં જે યાતાનાઓ અપાતી હતી તે સહન કરવા કરતા મોત વધારે સારૂ છે.

મુસ્લિમ દેશ ચીન સામે ચુપ

આ કેમ્પમાંથી ભાગી છુટેલા અન્ય એક વ્યક્તિનું કહેવુ છે કે, કેમ્પમાં અધિકારીઓ મને 50 કિલોનો ધાતુનો સુટ પહેરવા માટે દબાણ કરતા હતા. જે પહેર્યા બાદ મારા હાથ પગ કામ કરવાનુ બંધ કરી દેતા હતા. જોકે, આટલા અત્યાચારો પછી પણ ચીનના નેતાઓ આ પ્રકારના કેમ્પને વ્યવસાયિક પ્રશિક્ષણ આપવાના સેન્ટર તરીકે ઓળખાવે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, ચીનના આ પ્રકારના અત્યાચાર પછી પણ દુનિયાનો એક પણ મુસ્લિમ દેશ ચીનની ટીકા કરવા માટે તૈયાર નથી. કારણ કે, આ તમામ દેશો ચીનથી ગભરાય છે. કાશ્મીરી મુસલમાનો મામલે પાણી પી પી ને ભારતને કોસનારૂ પાકિસ્તાન ચીન સામે 80 લાખ ઉઈગુરો પરના અત્યાચાર મામલે બિલાડી બની જાય છે.