હવે ફ્લાઇટ્સમાં પણ લઈ શકશો ઇન્ટરનેટનો આનંદ, JIOએ આ રૂટ્સ પર કરી શરૂઆત

હવે ફ્લાઇટ્સમાં પણ લઈ શકશો ઇન્ટરનેટનો આનંદ, JIOએ આ રૂટ્સ પર કરી શરૂઆત

રિલાયન્સ જિયોએ આંતરરાષ્ટ્રીય માર્ગો પર 22 ફ્લાઇટોમાં મોબાઇલ સેવાની શરૂઆત કરી દીધી છે. કંપનીએ વેબસાઇટ પર આની જાણકારી આપી છે. કંપનીની ભાગીદાર એરલાઇન્સમાં કૈથે પેસિફિક, સિંગાપુર એરલાઇન્સ, એમિરેટ્સ, અતિહાદ એરવેઝ, યૂરો વિંગ્સ, લુફ્થાંસા, માલિંડો એર, બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ અને એલિટાલિયા સામેલ છે. આ સાથે જિયો હવાઈ મુસાફરી દરમિયાન મોબાઇલ સેવા આપનારી બીજી ભારતીય ટેલીકોમ કંપની બની ગઈ છે.

ત્રણ આંતરરાષ્ટ્રીય રોમિંગ પેકની જાહેરાત 

આ પહેલા ટાટા સમૂહની કંપની નેલ્કો લંડન માર્ગ પર વિસ્તારા એરલાઇન્સમાં ઇન-ફ્લાઇટ મોબાઇલ સેવા શરૂ કરી ચુકી છે. જિયોએ એક દિવસની વેલિડિટી સાથે ભારતથી ઉડાન ભરનારા યાત્રીઓ માટે 499 રૂપિયા, 699 રૂપિયા અને 999 રૂપિયાના ત્રણ આંતરરાષ્ટ્રીય રોમિંગ પેકની જાહેરાત કરી છે. તમામ પ્લાનમાં 100 મિનિટના આઉટગોઇંગ વૉઇસ કૉલ અને 100 એસએમએસની ઑફર છે. આ ઉપરાંત 499 રૂપિયાવાળા પ્લાનમાં 250 એમબી મોબાઇલ ડેટા મળે છે.

ઇનકમિંગ કૉલની પરવાનગી નહીં

આ જ રીતે 699 રૂપિયામાં 500 એમબી અને 999 રૂપિયામાં એક જીબી ડેટાનો પ્લાન છે. જિયોની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, કોઈ પણ પ્લાન ઇનકમિંગ કૉલની પરવાનગી નહીં આપે, જ્યારે ઇનકમિંગ એસએમએસ મફત છે. ઇન-ફ્લાઇટ મોબાઇલ સેવાઓનો પહેલીવાર ઉપયોગ કરનારાઓને જિયો નેટવર્ક પર પ્લાન્સ એક્ટિવ કરવાની આવશ્યકતા રહેશે. જિયો ફોન અને જિયોના વાઈફાઈ ડિવાઇસ પર આંતરરાષ્ટ્રીય સેવાઓ કામ નહીં કરે.