ધરતીનું સ્વર્ગ ‘સ્વિત્ઝરલેન્ડ’ સેલરીના મામલે વિશ્વમાં અવ્વલ, નોકરી તો અહીં જ કરવાની ઈચ્છા થઈ જશે

ધરતીનું સ્વર્ગ ‘સ્વિત્ઝરલેન્ડ’ સેલરીના મામલે વિશ્વમાં અવ્વલ, નોકરી તો અહીં જ કરવાની ઈચ્છા થઈ જશે

જ્યારે તમે સ્વિત્ઝરલેન્ડનું નામ સાંભળો છો તો તમારા મનમાં જન્નતનો અહેસાસ થાય છે. સમગ્ર દુનિયાના લોકો અહીં ફરવા માટે આવે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે જીવનમાં એકવાર તો ધરતીના સ્વર્ગની મુલાકાત લેવી છે. જિનેવા સ્વિત્ઝરલેન્ડનું એક ખુબસૂરત શહેર છે અને તે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાંનું એક પણ છે. હાલમાં જ અહીં લઘુત્તમ કલાકના વેતનનો કાનૂન રજૂ કરાયો છે.

દર કલાકના બદલે 1830 રૂપિયા

આ કાનૂન પાસ થયા બાદ અહીં મળનાર સેલરી વિશ્વમાં સૌથી વધારે હશે. અહીં જે પ્રસ્તાવને લઈ વોટિંગ થઈ છે, તેના હેઠળ દરેક કલાક કામ કરવા માટે મિનિમમ 23 સ્વિસ ફ્રેન્ક એટલે કે 1830 રૂપિયાની આસપાસ મળશે. અને જો માસિક સેલરીની વાત કરીએ તો દરેક અઠવાડિયે 41 કલાકના હિસાબથી એક મહિનામાં ઓછામાં ઓછી 4086 સ્વિસ ફ્રેન્ક સેલરી મળે છે. ભારતીય રૂપિયામાં તે લગભગ 3.25 લાખ રૂપિયા થાય છે. ન્યૂનતમ વેતનને જેનેવાના 58 ટકા વોટરે મંજૂર કર્યું છે.

ફ્રાંસની સરખામણીમાં બમણી

ન્યૂનતમ વેતનની વાત કરીએ તો આ ફ્રાંસના મુકાબલે લગભગ બમણી છે. સ્વિત્ઝરલેન્ડની ઈકોનોમી મુખ્ય રીતે ટુરિઝમ પર નિર્ભર છે. અહીં મોટાભાગના બિઝનેસ ટુરિસ્ટ સાથે સંબંધિત કે તેના પર આધારિત છે. કોરોનાને કારણે ઈકોનોમી પર ગંભીર અસર પડી છે. તેવામાં જિનેવા શહેર હવે અહીં રહેતાં અમુક લોકો માટે એટલુ મોંઘુ થઈ ગયું છે કે, તે હવે પૈસાની તંગીને કારણે અહીં રહી શકતા નથી.

લોકલ મીડિયા પ્રમાણે, માસિક 4000 સ્વિસ ફ્રેન્ક જેનેવાના હિસાબથી બસ પેટ ભરવા માટે છે. જો આટલી કમાણી હશે તો કોઈ ગરીબી રેખાની નીચે નહીં માનવામાં આવે. જો કે આ રકમ અન્ય દેશો અને શહેરોની સરખામણીમાં ખુબ જ વધારે છે. માનવામાં આવી રહ્યું છે કે, તેનાથી લગભગ 30 હજોર લો-પેડ વર્કર્સને લાભ મળશે.