ગુજરાત માટે સારા સમાચાર, આગામી 2 જ દિવસમાં અમદાવાદ આવી પહોંચશે કોરોનાની રસી

ગુજરાત માટે સારા સમાચાર, આગામી 2 જ દિવસમાં અમદાવાદ આવી પહોંચશે કોરોનાની રસી

ગુજરાતમાં કોરોના વાયરસે માઝા મુકી છે. કોરોનાની બીજી લહેરે રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. જોકે આ સ્થિતિમાં ગુજરાત માટે સારા સમાચાર છે. આગામી 1 અને 2 કે દિવસમાં અમદાવાદના સોલા સિવિલ ખાતે કોરોના વેક્સિન ટ્રાયલ માટે આવવા જઈ રહી છે.

કોરોના વાયરસના જીવલેણ રોગચાળાથી લોકોને બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સિન તૈયાર કરી છે જેને સોલા સિવિલ ખાતે લવાશે. પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ માટે આ વેક્સિન મુકાશે. જે માટે હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ પણ શોધી લીધા છે. આ સંદર્ભે આજે બપોરે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક પણ યોજાવાની છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1487 કેસ નોંધાયા છે. 1234 દર્દીઓ રિકવર થયા છે..તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 17 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 13 જ્યારે મોરબી, રાજકોટ, સુરત અને વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. તો અત્યાર સુધીમાં કુલ 3876 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં 89 લોકોની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામા આવી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો 13836 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.

આગામી 2 દિવસમાં કોરોનાની વેક્સિનને હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવશે. કોરોના વેક્સિનને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાશે. ભારતના ઘર આંગણે કોરોનાની રસી વિકસીત કરવાના પ્રયાસના ભાગરૂપે આ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ વેક્સીન હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેક કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને વેક્સિન સંદર્ભે બેઠક યોજાશે. વેક્સીનના પરિણામો સામે આવ્યા બાદ ભારત બાયોટેક દ્વારા આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.