લોન ના મળી તો બેન્ક સળગાવી દીધી:કર્ણાટકમાં લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ તો ગુસ્સે થયેલા કસ્ટમરે બેન્કમાં આગ લગાડી દીધી, 12 લાખનું નુકસાન

લોન ના મળી તો બેન્ક સળગાવી દીધી:કર્ણાટકમાં લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ તો ગુસ્સે થયેલા કસ્ટમરે બેન્કમાં આગ લગાડી દીધી, 12 લાખનું નુકસાન

કોમ્પ્યુટર, પંખા, લાઈટ, પાસબુક પ્રિન્ટર, કેશ કાઉન્ટર મશીન, દસ્તાવેજ, CCTV સહિત કેશ કાઉન્ટર સળગી ગયા

કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક વ્યક્તિએ એક બેન્કને આગ લગાવી દીધી છે. બેન્કે તેની લોન માટેની અરજીને નકારી દીધી હતી, જેને પગલે આ વ્યક્તિને ભારે ગુસ્સો આવી જતા આ પગલું ભર્યું હતું. આરોપી વસીમ હજરતસાબ મુલ્લા છે અને તે રતિહલ્લીનો રહેવાસી છે.

અહેવાલ પ્રમાણે વસીમે કેનેરા બેન્કની હેદુગોંડા શાખામાં લોન માટે અરજી કરી હતી, પણ તેનો CIBIL સ્કોર ઓછો હોવાથી તેની અરજીને નકારી દેવામાં આવી હતી. ત્યારબાદ વસીમને ભારે ગુસ્સો આવી ગયો અને શનિવારે બેન્ક પહોંચી ગયો. તેને બેન્કની એક બારી ખોલી અને બેન્કમાં પેટ્રોલ છાડી દીધું અને આગ ચાંપી દીધી. ત્યાંથી પસાર થતા લોકોએ બેન્કમાંથી ધૂમાડાનો નિકળતો જોઈ પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કરી જાણ કરી.

આગને લીધે 12 લાખનો સામાન સળગી ગયો
પોલીસે જણાવ્યું કે આગ લાગવાથી આશરે 12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પાંચ કોમ્પ્યુટર, પંખા, લાઈટ, પાસબુક પ્રિન્ટર, કેશ કાઉન્ટર મશીન, દસ્તાવેજ, CCTV સહિત કેશ કાઉન્ટર્સને નુકસાન થયું છે. પોલીસે આરોપી વસીમની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કગીનેલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

શું છે CIBIL સ્કોર શું છે?
CIBIL સ્કોર ત્રણ આંકડાનો એક નંબર છે,જે તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને રેટિંગ અંગે જાણકારી આપે છે. તે 300થી 900 વચ્ચે હોય છે. જેટલો તમારો ક્રેડિટ સ્કોર હશે, એટલું જ સારું તમારું ક્રેડિટ રેટિંગ માનવામાં આવશે. વધારે ક્રેડિટ સ્કોર એટલે તમારી લોન મેળવવાની શક્યતા વધારે.