ત્રીજી ટેલિકોમ કંપનીમાં સરકાર ભાગીદાર:વોડાફોન-આઇડિયામાં 35.8%ની માલિક બનશે ગવર્નમેન્ટ, દેવાંને ઈક્વિટીમાં બદલશે

ત્રીજી ટેલિકોમ કંપનીમાં સરકાર ભાગીદાર:વોડાફોન-આઇડિયામાં 35.8%ની માલિક બનશે ગવર્નમેન્ટ, દેવાંને ઈક્વિટીમાં બદલશે

વોડાફોન આઈડિયા(VI)એ કહ્યું છે કે સરકાર તેમની કંપનીમાં 35.8% હિસ્સાની માલિક બનશે. એના બોર્ડે દેવાંને ઈક્વિટીમાં કન્વર્ટ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ કંપનીનો શેર આજે 19% ઘટીને 12.05 રૂપિયા થઈ ગયો હતો, જોકે બાદમાં એમાં થોડો સુધારો થયો હતો.

ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની
વોડાફોન આઈડિયા(VI) દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ઈક્વિટીમાં જે પણ દેવું કન્વર્ટ કરવામાં આવશે એમાં અત્યારના દરેક શેરધારકો સામેલ થશે. આ અંતર્ગત રૂ. 16,000 કરોડનું દેવું ઇક્વિટીમાં ફેરવાશે. આમાં તેના ફાઉન્ડર્સ પણ હશે. વોડાફોન ગ્રુપ PLC પાસે આશરે 28.5% ભાગીદારી રહેશે, જ્યારે આદિત્ય બિરલા ગ્રુપ પાસે 17.8% ભાગીદારી રહેશે.

જિયો બાદ બંને કંપનીએ મર્જર કર્યું હતું
રિલાયન્સ જિયોના આગમન પછી બિરલાની આઈડિયા અને વોડાફોન કંપનીએ મર્જર કર્યું હતું. પછી ચાર ટેલિકોમ કંપનીઓ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને લઈને દેશમાં અગ્રણી રહી. વોડાફોન આઈડિયા સતત ખોટ કરી રહી છે અને તાજેતરમાં એના ડૂબવાની ચર્ચા હતી.

5 હજાર કરોડ રૂપિયાનું દેવું કર્યું
કંપનીએ આ અઠવાડિયે ટૂંકા ગાળાની લોન દ્વારા 5 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તેણે આ ભંડોળ SBI, IDFC ફર્સ્ટ બેંક, HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી એકત્ર કર્યું છે. તેણે ફેબ્રુઆરીના અંત સુધીમાં રૂ. 4,500 કરોડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) ચૂકવવાના છે. આ મહિનાની શરૂઆતમાં, તેણે રૂ. 1,500 કરોડની NCDs પણ ચૂકવી છે.

6.5થી 8.05% વાર્ષિક વ્યાજદર
5000 કરોડ રુપિયાનું દેવું કંપનીએ 6.5થી 8.5% વાર્ષિક વ્યાજદર પર લીધું છે. જોકે તેની અવધિ પણ એક વર્ષથી ઓછી છે. આશરે 5 મહિના પહેલાં જ આ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે કંપની સરકારને દેવાને બદલે ઈક્વિટી આપશે.