2,000 રૂપિયાની નોટ બંધ થશે એવી અટકળો વચ્ચે RBIનો ઘટસ્ફોટ, RTIમાં કર્યો ખુલાસો

2,000 રૂપિયાની નોટ બંધ થશે એવી અટકળો વચ્ચે RBIનો ઘટસ્ફોટ, RTIમાં કર્યો ખુલાસો

નોટબંધી બાદ ચલણમાં આવેલ 2000 રૂપિયાની નોટ ટૂંક સમયમાં બંધ થઈ જશે એવી ખબરો વચ્ચે હવે ભારતીય રિઝર્વ બેંક(RBI)એ એક મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસો આરબીઆઈએ એક આરટીઆઈ(RTI) ના જવાબમાં કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આરબીઆઈએ 2,000 રૂપિયાની નોટ છાપવાનું કામ બંધ કરી દીધું છે. આ માહિતી આરબીઆઈએ એક આરટીઆઈના જવાબમાં આપી છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં એક પણ 2,000 રૂપિયાની નોટ છાપી નથી. આપને જણાવી દઈએ કે નવેમ્બર 2016માં સરકારે બ્લેક મની પર લગામ લગાવવા અને ફેક કરન્સીના ચલણને હટાવવા માટે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટને બેન કરી હતી. ત્યાર બાદ 2,000 રૂપિયા અને 500 રૂપિયાના નવા નોટ ચલણમાં લાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ RBIએ RTIનો જવાબ આપતા કહ્યું કે 2016-17ના નાણાકીય વર્ષ દરમિયાન 2,000 રૂપિયાની 3,542.991 મિલિયન નોટ છપાઈ હતી. જ્યારે 2018-17માં 111.507 મિલિયન નોટ ઓછી થઈ હતી. જ્યારે 2018-19માં બેંકે 46,690 મિલિયન નોટ છપાઈ. જોકે કેન્દ્રીય બેંકના આ પાછળનું કારણ એક્સપર્ટ કાળા નાણા પર નિયંત્રણના ભાગરૂપે જોઈ રહ્યા છે. હાઇ વેલ્યૂ નોટોનું ચલણ સમાપ્ત કરવાથી વધુ પ્રમાણમાં કાળા નાણાનું લેન-દેન મુશ્કેલ થઈ જશે.

આસબીઆઈના આંકડાથી એવું સામે આવી રહ્યું છે કે 2000 રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં ઘટાડો થયો છે. માર્ચ 2018 એ સમાપ્ત થતા નાણાકીય વર્ષમાં 3,363 મિલિયન હાઈ-વેલ્યૂ નોટ સર્ક્યુલેશનમાં હતી. જે કુલ સર્ક્યુલેશન વોલ્યૂમના 3.3 છે અને વેલ્યૂ ટર્મમાં આ 37.3 ટકા છે. નાણાકીય વર્ષ 2019માં આ ઘટીને 3,291 મિલિયન નોંધાયું જે કુલ મની સર્ક્યુલેશનનું 3 ટકા વોલ્યુમ અને 31.2 ટકા વેલ્યૂ છે.