ભૂખમરાની સ્થિતિમાં ભારત 102ના સ્થાન પર, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી પણ પાછળ

ભૂખમરાની સ્થિતિમાં ભારત 102ના સ્થાન પર, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી પણ પાછળ

ગ્લોબલ હન્ગર ઇન્ડેક્સમાં પાકિસ્તાન 94મા, બાંગ્લાદેશ 88મા , નેપાળ 73મા અને શ્રીલંકા 66મા સ્થાન પરઆ વખતે રિપોર્ટમાં ભારતને 100માંથી 30.3 અંક મળ્યા જે ભૂખમરાની ગંભીર સ્થિતિ દર્શાવે છે 2014ના રિપોર્ટમાં ભારત 76 દેશોમાંથી 55માં અને ગત વર્ષે 119 દેશોમાં 103માં સ્થાન પર હતો

નવી દિલ્હી: વૈશ્વિક ભૂખ સૂચકાંક(GHI)એ ભૂખમરાથી ઝઝુમી રહેલા 117 દેશોનો રિપોર્ટ મંગળવારે જાહેર કર્યો. રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2014 બાદ સ્થિતિમાં વધારે સુધારો નથી થયો. આ લિસ્ટમાં ભારત 102માં સ્થાને છે. જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા ભારત કરતા સારી સ્થિતિમાં છે. 

આયરલેન્ડની કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મનીની વેલ્થુંગરહિલ્ફેએ ભૂખ પર રિસર્ચ કરી

GHIના 2014ના રિપોર્ટમાં ભારત 76 દેશના લિસ્ટમાં 55માં અને 2017માં 119માંથી 100 નંબર પર રહ્યું હતું. ગત વર્ષે 119 દેશોમાં ભારત 103 નંબરે હતું.

આ પીયર-રિવ્યૂડ વાર્ષિક રિપોર્ટ છે જેને આયરલેન્ડની કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મનીની વેલ્થુંગરહિલ્ફેએ સંયુક્ત રૂપથી પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટમાં બેલારૂસ, બોસ્નિયા એન્ડ હરજેગોવિના અને બલ્ગેરિયા ક્રમશ: પહેલા, બીજા અને ત્રીજા નંબર પર છે. બીજી તરફ છેલ્લે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક 117મા અને યમન 116મા સ્થાન પર છે. 

3. રિપોર્ટને ચાર માપદંડોના આધાર પર તૈયાર કરવામાં આવ્યો

ઓછું પોષણ
પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો જેમનું વજન ઉંમર પ્રમાણે ઓછું છે(ચાઇલ્ડ વેસ્ટિંગ)
પાંચ વર્ષી ઓછી ઉંમરના બાળકો જેમની ઉંચાઇ ઉંમર પ્રમાણે ઓછી છે(ચાઇલ્ડ સ્ટંટિંગ)
પાંચ વર્ષથી ઓછી ઉંમરમાં શિશુ મૃત્યુદર

બન્ને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ રિસર્ચ માટે ચાર માપદંડોના આધાર પર આંકલન બાદ દરેક દેશોને 0 થી 100 સુધી પોઇન્ટ આપે છે. તેના આધાર પર દરેક દેશોમાં ભૂખમરાની સ્થિતિનું અનુમાન લગાવવામાં આવે છે. આ વખતે આ રિપોર્ટમાં ભારતને 30.3 પોઇન્ટ મળ્યા જે ભૂખમરાની ગંભીર સ્થિતિને દર્શાવે છે. 

આ રિપોર્ટ બાદ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકાર પર ટોણો માર્યો. તેમણે ટ્વીટ કર્યું- વૈશ્વિક ભૂખ સૂચકાંકનો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં ભૂખમરાની સ્થિતિ ઘણી ગંભીર છે. પણ છતાંય ઘણા લોકોને લાગે છે કે અચ્છે દિન આએંગે. સવાલ એ છે કે અચ્છે દિન ક્યારે આવશે ? શું એ ત્યારે થશે જ્યારે લોકો મરવા લાગશે ?

6. દુનિયામાં દરેક ત્રીજું બાળક કુપોષિત- યૂનિસેફ

બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રએ બાળકોના પોષણ પર આધારિત એક રિપોર્ટ જાહેર કર્યો. તેમાં જણાવાયું છે કે દુનિયામાં 5 વર્ષથી ઓછી ઉંમરના લગભગ  70 કરોડ બાળકોમાથી એક તૃતિયાંશ કાં તો કુપોષિત છે અથવા મેદસ્વિતાથી પીડાઇ રહ્યાં છે. સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ ચિલ્ડ્રન નામના રિપોર્ટ પ્રમાણે તેનાથી આજીવન બાળકોને બીમાર થવાનો ખતરો છે.