ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બગદાદીના મોતનું લાઈવ પ્રસારણ જોયું, કહ્યું- આ ફિલ્મ જેવો અનુભવ હતો

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બગદાદીના મોતનું લાઈવ પ્રસારણ જોયું, કહ્યું- આ ફિલ્મ જેવો અનુભવ હતો

  • ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને રક્ષામંત્રી માઈક એસ્પર સાથે વ્હાઈટ હાઇસના સિચુએશન રૂમમાં આખું ઓપરેશન જોયું 
  •  ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાને બગદાદીના ઠેકાણા વિશે એક સપ્તાહ પહેલા જ જાણકારી મળી ગઈ હતી 

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(IAS)ના પ્રમુખ અબુ બકર અલ બગદાદીના ખાતમાનું લાઈવ પ્રસારણ જોયું હતું. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે ઉચ્ચ અધિકારીઓ સાથે અમેરિકન સેનાના દરેક સ્ટેપ પર નજર રાખશે. તેમણે કહ્યું કે, ‘આ સાચ્ચે સિનેમા જોઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું’બગદાદી સીરિયામાં અમેરિકી ફોઝના નેતૃત્વમાં રાતભર ચાલેલા અભિયાનમાં માર્યો ગયો હતો.
ટ્રમ્પે રવિવારે બગદાદીના માર્યા જવાની જાહેરાત કરી હતી. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રના નામ સંબોધનમાં ટ્રમ્પે આ મામલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે અમેરિકન સેના દ્વારા પકડાઈ જવાની બીકે ત્રણ બાળકો સાથે સુરંગમાં ભાગી પોતાને સુસાઈડ બોમ્બથી ઉડાવી દીધો હતો. જેમાં તેના અને તેના ત્રણ બાળકોનું મોત થયું હતું. ટ્રમ્પે કહ્યું કે વિસ્ફોટમાં બગદાદીનું શરીર ભડથું બની ગયું હતું, પણ ટેસ્ટથી તેની ઓળખાણ કરી દેવાઈ હતી.

વ્હાઈટ હાઉસના સિચુએશન રૂમમાં ટ્રમ્પે આખું ઓપરેશન જોયું
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ-બ્રાયને કહ્યું કે, ઓપરેશન માટે રશિયા, ઈરાક અને તુર્કીના વાયુક્ષેત્રમાં ઉડાન ભરવાની મંજૂરીની જરૂર હતી. ટ્રમ્પ શનિવારે ઓફિશીયલ કાર્યક્રમ પ્રમાણે વર્જીનિયાથી ગોલ્ફ રમીને સાંજે 4.30 વાગ્યે વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. તે સમયે સિરીયામાં રાતના 10.30 વાગી રહ્યા હતા. સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ, રક્ષામંત્રી માર્ક અને NSA ઓ-બ્રાયન પોતે ગુપ્તચર વિભાગના અધિકારીઓ સહિત વ્હાઈટ હાઉસના સિચુએશન રૂમમાં પહોંચ્યા હતા. અહીંથી તમામે ઓપરેશનને લાઈવ જોયું હતું.