લાદેન બાદ બગદાદીને પણ કેમ સમુદ્રમાં દફનાવી દીધો! અમેરિકાએ દુનિયાને આપ્યો જવાબ

લાદેન બાદ બગદાદીને પણ કેમ સમુદ્રમાં દફનાવી દીધો! અમેરિકાએ દુનિયાને આપ્યો જવાબ

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી અબૂ બકર-અલ બગદાદીને ઠાર માર્યા બાદ અમેરિકી સેનાએ તેના મૃતદેહ સાથે શું કર્યું તેને લઈને દુનિયભરમાં સવાલ ઉઠી રહ્યો છે. આ એક મહત્વનો સવાલ છે જે બગદાદીના માર્યા ગયા બાદ ઉઠવા પામ્યો છે. જોકે અમેરિકી સૈન્યએ તેનો જવાબ આપ્યો છે. અમેરિકી સેનાએ જવાબ આપતા કહ્યું હતું કે, નિયમો અને લો ઓફ આર્મ્સ કોન્ફ્લિક્ટ અંતર્ગત બગદાદીના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બગદાદીના મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા અહતાં અને ત્યાર બાદ તેને સમુદ્રમાં દફનાવી દેવામાં આવ્યો હતો. આ અગાઉ અલ કાયદાના સર્વેસર્વા ઓસામા બિન લાદેનના મૃતદેહ સાથે પણ કંઈક આમ જ કરવામાં આવ્યું હતું.

અમેરિકી સૈન્યની ડેલ્ટા ફોર્સે શનિવારની રાત્રે સીરિયા અને ઈરાકના મોટા ભૂભાગ પર કબજો કરનારા અને બંને દેશોમાં ગૃહયુદ્ધ છેડનારા ઈસ્લામિક સ્ટેટના ચીફ અબુ બકર અલ-બગદાદીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અમેરિકી સેનાએ શનિવારે રાત્રે સીરિયાના ઉત્તર પ્રશ્ચિમી પ્રાંત ઈદલિબના બારિશા ગામમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરી બગદાદી સહિત અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. અમેરિકી સેનાથી ઘેરાયા બાદ ગભરાયેલા બગદાદીએ સુરંગમાં એક બોમ્બ વિસ્ફોટ કરીને પોતાની જાતને ઉડાવી દીધી હતી.

અમેરિકી સેનાના જવાનો બગદાદીના મૃતદેહના કેટલાક અંશ પોતાની સાથે અમેરિકા લઈ ગઈ હતી. હવે આ મૃતદેહનું શું કરવામાં આવ્યું તેને લઈને અમેરિકાએ દુનિયાને જવાબ આપ્યો છે. અમેરિકી સેનાના ટોપ જનરલે કહ્યું હતું કે, તેમના મૃતદેહને અમે અમારા સ્ટાંડર્ડ ઓપરેશન પ્રોસિઝર અંતર્ગત નિકાલ કર્યો છે. તેમાં લો ઓફ આર્મ્ડ કોન્ફ્લિટનું પણ પાલન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં લો ઓફ આર્મ્ડ કોન્ફ્લિક્ટનું પણ પાલન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2011માં પાકિસ્તાનના અબોટાબાદમાં એક વિશાલ મકાનમાં છુપાઈને બેઠેલા અલકાયદના સર્વેસર્વા ઓસામા બિન લાદેનને અમેરિકી સીલ કમાંડોએ મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના મૃતદેહને પણ સમુદ્રમાં દફનાવી દેવામાં આવ્યો હતો.

જનરલ મિલીએ કહ્યું હતું કે, અમેરિકી સૈનિકોએ બગદાદીના ગુપ્ત ઠેકાણા પરથી મળેલી આઈએસઆઈએસ સાથે સંબંધીત ચીજવસ્તુઓને સાચવીને રાખી લીધી છે. જેથી ખૂંખાર આતંકી સંગઠનની ભવિષ્યના ષડયંત્રોની પણ જાણકારી મળી શકે. તેમણે જણાવ્યું હતું કે, આ સામાનને લઈને કોઈ જાણકારી હાલ આપી શકાય તેમ નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જે જગ્યાએ તેને મારવામાં આવ્યો ત્યાં જ તે મોટાભાગનો સમય વિતાવતો હતો. બગદાદીના બે સાથીદારોને જીવતા પકડવામાં આવ્યા હોવાનો અને તે અમેરિકાની અટકાયતમાં હોવાનો પણ તેમણે ખુલાસો કર્યો હતો.

US આર્મીએ કેમ બગદાદીને પણ સમુદ્રમાં દફનાવી દીધો?

સામાન્ય રીતે ઈસ્લામના કોઈ અનુયાયીને જમીનમાં દફનાવવામાં આવી છે. પરંતુ અમેરિકી સેનાએ બગદાદીને સમુદ્રમાં દફનાવી દેવાનો નિર્ણય કર્યો જેથી કરીને ભવિષ્યમાં આતંકીઓ ઈસ્લામિક સ્ટેટના આતંકીની કબરને કોઈ સ્મારકમાં ના ફેરવી નાખે. આ અગાઉ ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનનો પણ ઘડો લાડવો કર્યા બાદ પણ અમેરિકી સેનાએ આવી જ પ્રક્રિયાનું પાલન કર્યું હતું.