J&K: આજે ફરી આંતકી હુમલો, 5 પરપ્રાંતિય મજૂરોની હત્યા, અન્ય એકની હાલત ગંભીર

J&K: આજે ફરી આંતકી હુમલો, 5 પરપ્રાંતિય મજૂરોની હત્યા, અન્ય એકની હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક મોટો આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ મંગળવારે રાજ્યની બહારના 5 મજૂરોની હત્યા કરી છે. જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ આંતકી હુમલામાં અન્ય એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ માર્યા ગયા મજૂરો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રહેવાસી હતા. આંતકીઓએ આ હુમલાને એ દિવસે અંજામ આપ્યો. જ્યારે યુરોપિયન સાંસદોનું 27 સભ્યોનું પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. જોકે ઘટનાની જાણ થતા સુરક્ષાદળોએ સંપૂર્ણ ક્ષેત્રની ઘેરાબંધી કરી છે અને આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉપરાંત વધુ સૈનિકોની ટુકડીને પણ બોલાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારેથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યાર બાદથી જ બેચેન આંતકી અન્ય રાજ્યોના ડ્રાઇવરો, ઉદ્યોગપતિઓ અને મજૂરોને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા પણ આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી મજૂરની હત્યા કરવામાં આવી હતી. છેલ્લા 15 દિવસમાં, આતંકવાદીઓ 4 ટ્રક ડ્રાઈવરો, એક સફરજન ઉદ્યોગપતિ અને અન્ય રાજ્યોના 6 મજૂરની હત્યા કરી ચૂક્યા છે.