WhatsAppમાં એ ફિચર આવી ગયું જેની લોકો ક્યારના રાહ જોતા હતા, યુઝરોમાં ખુશીનો માહોલ

WhatsAppમાં એ ફિચર આવી ગયું જેની લોકો ક્યારના રાહ જોતા હતા, યુઝરોમાં ખુશીનો માહોલ

WhatsAppમાં ઘણી એવી લિમિટેશન છે કે જે ફેસબુક અને બીજી એપ્લિકેશન કરતા ઘણી અલગ છે. જેમ કે તમે ફેસબુકની જેમ WhatsApp બધે ના ખોલી શકો. એક ફોનમાં એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો. હા એવું બને કે બીજી ટેબનો ઉપયોગ કરીને વાપરી શકો. પરંતુ હવે એક નવું ફિચર આવી ગયું છે કે જેની લોકો ક્યારની રાહ જોતા હતા.

કેટલાક સમય પહેલા એક રિપોર્ટ આવ્યો હતો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે, WhatsAppમાં મલ્ટી ડિવાઈસ સપોર્ટ આપવામાં આવશે. WhatsApp સાથે જોડાયેલ ફિચર્સનો ટ્રેક WABetainfoના એક નવા રિપોર્ટ પ્રમાણે WhatsApp એક નવું ફિચર ડેવલોપ કરવા જઈ રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે WhatsAppના આ નવા ફિચરમાં એક WhatsApp એકાઉન્ટમાં એકથી વધારે ડિવાઈસ એડ કરવાનું ઓપ્શન હશે. એટલું જ નહીં પણ એક સાથે અલગ અલગ સ્માર્ટફોનમાં એક જ WhatsApp એકાઉન્ટ ચલાવી શકાશે. જો કે પ્રાઈવર્સીમાં કોઈ ફરક નહીં પડે એવું રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે.

WhatsApp તરફથી કોઈ ઓફિશિયલ માહિતી બહાર પાડવામાં નથી આવી. પરંતુ લગભગ એ નક્કી થઈ ચૂક્યું છે કે WhatsApp આઈપેડ માટે એક ખાસ વર્જન તૈયાર કરી રહ્યું છે. WABetainfoએ એક ટ્વીટમાં માહિતી આપી છે કે મલ્ટી ડિવાઈસ ફિચરના આધારે એક સાથે iPhone અને iPadમાં WhatsAppનું એક જ એકાઉન્ટ વાપરી શકશો. પરંતુ આ ફિચર ત્યારે જ આવશે કે જ્યારે WhatsAppનું iPad વર્જન તૈયાર થશે.