પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશને ધક્કા ખાવા નહીં પડે

પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશને ધક્કા ખાવા નહીં પડે

હવે પોલીસ અરજદારના ઘરે જશે

પાસપોર્ટ પોકેટકોપ એપ્લિકેશનથી વેરિફિકેશનની કામગીરી કરવા પોલીસ કમિશનરનો આદેશ

અમદાવાદ, તા.17 નવેમ્બર, 2019, રવિવાર

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાંહવે પાસપોર્ટ વેરિફીકેશન માટે પોલીસ અરજદારના ઘરે જશે.જેથી પાસપોર્ટ મેળવવા માટેની ચકાસણી સ્ટેશન ધક્કા ખાવા નહી પડે. પોલીસ દ્વારા પાસપોર્ટ પોકેટકોપની મોબાઇલ એપ્લીકેશન અંતર્ગત વેરિફીકેશનની કામગીરી કરવામાં આવશે.

અમદાવાદ પોલીસ કમિશન આશિષ ભાટીયાએ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરોને પાસપોર્ટ  પોકેટકોપ એપ્લીકેશન દ્વારા પાસપોર્ટ વેરિફીકેશનની કામગીરી કરવા માટે સૂચના આપી છે.

પાસપોર્ટ માટેે ઓનલાઇન અરજી કર્યા બાદ જે તે પોલીસ સ્ટેશનના પોસપોર્ટ વિભાગ દ્વારા  અરજદારોને પોસપોર્ટ વેરિફિકેશન રહેઠાણના પુરાવા સહિત જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા કેટલીક વખત સિનિયર સીટીઝન સહિતના લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હતા.

બીજીતરફ અરજદારો દ્વારા ભાડા કરાર જેવા રહેઠાણના ખોટા પુરાવા રજુ કરવામાં આવતા હતા પોલીસ પણ પૈસા લઇને આવા પુરાવાની કોઇ ખરાઇ કરતી ન હતી પરંતુ વિદેશ જતી વખતે એરપોર્ટ પર વેરિફીકેશન દરમિયાન આ ખામીઓ બહાર આવતાં અરજદાર મુશ્કેલીમાં મુકાઇ જતા હતા.

જો કે હવેથી પોલીસ પોસપોર્ટના વેરિફીકેશન માટે  અરજદારના ઘરે જઇ ત્યારે અરજી વખતે દર્શાવેલા રહેઠાણે રહે છે કે તેમ તે બહાર આવશે. પોસપોર્ટ પોકેટપ એપ્લીકેશન માટે દરેક પોલીસ સ્ટેશનમાં જરૂરીયાત મુજબના મોબાઇલ આપવામાં આવ્યા છે. 

આ પોકેટકોપ એપ્લીકેશન દ્વારા અરજદારને મેસેજ પહોચી જશે તેમજ જે તે પોલીસ  સ્ટેશનમાં પાસપોર્ટની કામગીરી કરતી પોલીસ દ્વારા પણ ફોન કરીને જાણ કર્યા બાદ અરજદારના ઘરે જઇને પાસપોર્ટ વેરિફીકેશન કરવામાં આવશે જેનાથી પાસપોર્ટની કામગીરી પણ ઝડપી થશે.