UKમાં ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડ્રીંગ હેઠળ મહિલા સહિત 10 ભારતીયોની ધરપકડ

UKમાં ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડ્રીંગ હેઠળ મહિલા સહિત 10 ભારતીયોની ધરપકડ

પાંચ ભારતીય નાગરિકો અને પાંચ બિન નિવાસી ભારતીયોએ ઈંગ્લેન્ડમાં ડ્રગ્સ ટ્રાફિકિંગ અને ગેરકાયદે ઈમિગ્રેશનનાં ગુનામાં લાખો પાઉન્ડ રૂપિયા કમાવવા બદલ કેસ દાખલ કરીને તેઓની ધરપકડ કરવામાં આવી છે. આ 10 શંકાસ્પદોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ગત અઠવાડિયે આ તમામની ધરપકડ યુકેની નેશનલ ક્રાઈમ એજન્સીએ કરી છે.

ધરપકડ કરાયેલાં તમામ લોકોની ઉંમર 30 વર્ષથી 44 વર્ષ વચ્ચે છે. અને NCAની તપાસ દરમિયાન તમામ લોકો ડ્રગ ટ્રાફિકિંગ અને સુનિયોજિત ઈમિગ્રેશન ક્રાઈમ હેઠળ આરોપી સાબિત થયા હતા. અને આ ગુનાઓ આચરીને તમામ લોકોએ લાખો પાઉન્ડમાં કમાણી કરી હતી.

ચારણ સિંઘ, વલજીત સિંઘ, જસ્બીર સિંઘ ધાલ, સુન્ગર વેન્ગડાસ્સાલમ, જસબીર સિંઘ મલ્હોત્રા, મનમોહન સિંઘ કપૂર અને પિંકી કપૂર ઉપર ક્રિમિનલ કેશની કમાણી કરવા ષડયંત્ર રચવું અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગ્રૃપનાં સભ્ય હોવાના ગુનો દાખલ કરવામાં આવી છે. તો સ્વાંદર સિંઘ ધાલ, જસબિર સિંઘ કપૂર અને દિલજન મલ્હોત્રા પર આ ફરિયાદ ઉપરાંત ગેરકાયદે ઈમિગ્રેશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ તમામ 10 લોકોની ધરપકડ સાઉથ વેસ્ટ લંડનમાં બુધવારે કરવામાં આવી હતી. અને હવે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ તમામને ઉક્સબ્રિઝ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. NCA દ્વારા કહેવામાં આવ્યું કે, અગાઉ આ ગ્રૃપ દ્વારા 15.5 મિલિયન પાઉન્ડ યુકેથી દુબઈ સૂટેકેસમાં સંતાડીને મોકલવામાં આવ્યા હતા. અને તેની તપાસ દુબઈ પોલીસની સાથે સ્કોટલેન્ડ યાર્ડ પણ કરી રહી છે.