બગાસું ખાતા પતાસું મળ્યું, ગુજરાતની આ જગ્યાએથી પુરાતત્વ વિભાગને 15મી સદીનું નગર મળ્યું

બગાસું ખાતા પતાસું મળ્યું, ગુજરાતની આ જગ્યાએથી પુરાતત્વ વિભાગને 15મી સદીનું નગર મળ્યું

ચાંપાનેર ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાયું

ગેટ પર ઈ.સ. ૧૩૬૭ અને ૧૫૨૫ ની સાલમાં લખાયેલી તકતીઓ પણ મળી આવી

વર્લ્ડ હેરિટેજ પાવાગઢ ચાંપાનેર ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા ડુંગર પર આવેલા સાત કમાન વિસ્તારમાં તેમજ ટંકશાળ નજીક ખોદકામ કરતા જમીનમાં દટાયેલો પંદરમી સદીનો એક ગેટ તેમજ દેવી-દેવતાઓને કલાત્મક મૂર્તિઓ મળી આવી છે.

પુરાતત્વ વિભાગ દ્વારા હાલ તેનો સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ ગેટ ક્યારે અને કોણેે બનાવ્યો હશે? તેની સંશોધન બાદ સાચી માહિતી ખબર પડે તેમ પુરાતત્વ વિભાગના સૂત્રો જણાવે છે.

હાલમાં પુરા વિશ્વમાં વિશ્વ વિરાસત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. દરમિયાન ગુજરાતના યાત્રાધામ પાવાગઢ ચાંપાનેરની વર્લ્ડ હેરિટેજ સાઈડ પૈકી ડુંગર ઉપર આવેલ સાત કમાન વિસ્તારમાં પુરાતત્વ વિભાગ દ્વારા હાલ ખોદકામ ચાલી રહ્યું છે. જેમાં પંદરમી સદીમાં બનાવાયેલો એક ગેટ મળી આવ્યો છે, અને આ ગેટની આજુબાજુ કલાત્મક દેવી-દેવતાઓને ર્મૂિતઓ પણ મળી આવી છે.

હાલ ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે. ગેટની જમણી તરફ્ અને ડાબી તરફ્ ઈ.સ. ૧૩૬૭ અને ૧૫૨૫ની સાલમાં લખાયેલી તકતીઓ મળી આવી છે. જેમાં પ્રવેશદ્વારની અંદર પ્રવેશ કરતા પહેલા પ્રાર્થના કરાય હોય તેઓ હાલ આર્કિયોલોજી વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.

જોકે પુરાતત્વ વિભાગ દ્વારા આ અંગે તેનું સંશોધન કરવામાં આવનાર છે. જેનાથી જ ખબર પડશે કે આ ગેટ કઈ સાલમાં કોણે બનાવ્યો હતો? અને આ પ્રવેશ દ્વારથી ક્યાં નીકળે છે? તેની ખબર પડે તેમ છે. તેવી રીતના ડુંગર ઉપર આવેલ ખાપરા ઝવેરીના મહેલ નજીક ટંકશાળ પાસે પણ ખોદકામ કરતાં વર્ષો જૂની પુરાણી દેવી-દેવતાઓની કલાત્મક ર્મૂિતઓ પણ મળી આવી છે. જેને ખોદકામ કરી સુરક્ષિત રીતે તેને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.

આ ગેટને પ્રાથમિક દ્રષ્ટીએ જોતા વર્ષો પહેલાંના રાજાઓ ગુપ્ત માર્ગ બનાવતા હતા, અને જે તે સમયે જે-તે રસ્તાનો ઉપયોગ કરતા હોય તેમ લાગે છે. હજુ વધારે પડતું ખોદકામ અને તેનું સંશોધન કરતા વધુ માહિતી તેમજ વધુ ઐતિહાસિક સ્થાપક મળી આવે તેમ લાગી રહ્યું છે. હાલ તેને જોવા માટે પર્યટકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડયાં છે.

પંચમહાલ જિલ્લાનું યાત્રાધામ પાવાગઢ ચાપાનેર આધ્યાત્મિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવા મળ્યું છે. પાવાગઢ ખાતે હિંદુ ધર્મ મુસ્લિમ ધર્મ તેમજ જૈન સમાજના મંદિર અને મસ્જીદો આવેલા છે.

ચાંપાનેર ખાતે ૧૧૪ જેટલા ઐતિહાસિક સ્મારકો આવેલા છે, જેને લઇ યુનાઇટેડ નેશનની ભગીની સંસ્થા યુનેસ્કો દ્વારા સને ૨૦૦૪ માં વર્લ્ડ હેરિટેજ પાવાગઢ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેઝ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

વર્લ્ડ હેરિટેજમાં વિશ્વના ૧૦૦૦ ઐતિહાસિક સ્મારકોને દરજ્જો આપવામાં આવ્યો છે જે પૈકી ભારતની ૩૫ વર્લ્ડ હેરિટેજ સાઈટો પૈકીની પાવાગઢ ચાપાનેર એક છે. પાવાગઢ ખાતે આવેલ ૧૧૪ સ્મારકો પૈકી ૩૯ જેટલા સ્થાપત્યો પુરાતત્વ વિભાગના તાબા હેઠળ છે, જ્યારે અન્ય બાકી રહેલા રાજ્ય સરકારના તાબા હેઠળ છે.