‘રેપ’બ્લિક આૅફ ઇન્ડિયા! / દેશમાં દર 20 મિનિટે એક દુષ્કર્મ, દરેક 4 માંથી 3 કેસમાં આરોપીઓ છૂટી જાય છે!

‘રેપ’બ્લિક આૅફ ઇન્ડિયા! / દેશમાં દર 20 મિનિટે એક દુષ્કર્મ, દરેક 4 માંથી 3 કેસમાં આરોપીઓ છૂટી જાય છે!

  • ગુજરાતમાં 48 કલાક 3 દુષ્કર્મ, એક જ મહિનામાં દુષ્કર્મની 24 ઘટના, ક્યાંક 15 તો ક્યાંક 8 વર્ષની બાળકી પર રેપ, ઇનામ જાહેર
  • હૈદરાબાદની ઘટનાથી આક્રોશ, લોકો રસ્તા પર ઉતર્યા, દિલ્હીમાં યુવતી સંસદ પાસે ધરણા પર બેઠી
  • યૂપીમાં દુષ્કર્મ પછી બાળકીને જીવતી સળગાવી, ઝારખંડમાં પણ દુષ્કર્મ

નવી દિલ્હી / અમદાવાદઃ હૈદરાબાદમાં 27 વર્ષની વેટરનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ પછી તેને સળગાવી દેવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે. એટલું જ નહીં છેલ્લા 48 કલાકમાં ગુજરાતના ત્રણ અગ્રણી શહેરો રાજકોટ, વડોદરા, સુરતમાં દુષ્કર્મની એક-એક ઘટના બનવા પામી છે. એક જ મહિનામાં રાજ્યમાં આવી 24 ઘટના બની છે. 8 વર્ષથી લઈ 15 વર્ષની કન્યા શિકાર બની રહી છે. યૂપી-ઝારખંડમાં પણ છેલ્લા 24 કલાકમાં પણ દુષ્કર્મની ઘટના બની છે. તેલંગાણા અને હૈદરાબાદમાં આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી પડ્યાં હતા. એક સરવે મુજબ દેશમાં દર 20 મિનિટે એક દુષ્કર્મની ઘટના બને છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કર્મના ત્રણ લાખથી વધુ બનાવો નોંધાયા છે છતાં 4માંથી ત્રણ કેસમાં આરોપી છૂટી જાય છે. હૈદરાબાદની ઘટના અંગે બોલિવૂડમાં પણ રોષ જોવા મળે છે. સંખ્યાબંધ ફિલ્મી હસ્તીઓએ તેમના ટ્વિટર હેન્ડલ પર આ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.

‘ઉસ માસૂમ બચ્ચી પર ઝૂલ્મ હુઆ, વો કિતની રોઇ હોગી. હમારા કલેજા ફટ જાતા હૈ તો માં કૈસે સોઇ હોગી..

જિસ માસૂમ કો દેખ મન મેં સ્નેહ ઉમડ આતા હૈ… દેખ ઉસી કો મન મેં કુછ કે હૈવાન ક્યોં ઉતર આતા હૈ…’

આ કવિતા નીરજા દાધીચે રાજસ્થાનના ઝુંઝુનુમાં 3 વર્ષની દુષ્કર્મ પીડિતના દોષીઓને સજા અપાઈ તે વખતે સંભળાવી હતી.

નિ:શબ્દ વિચાર – દેવેન્દ્ર ભટનાગર
મા ત્ર એક મહિનામાં બળાત્કારની 24 ઘટના બની. એપ્રિલ 2013થી 2018 સુધી જોઈએ તો બળાત્કારની અંદાજે 5 હજાર ઘટનાઓ બની છે. શું આ સુરક્ષિત ગુજરાત છે? બાળકીઓ પર બળાત્કાર જાણે ‘રાજકીય કર્મ’ બની રહ્યું છે. આપણે સમજદાર અને સંવેદનશીલ સમાજવાળા અને શાસકો શું કરી રહ્યા છે? માત્ર આંકડા ગણી રહ્યા છે. માસૂમ બાળકીના કરડી ખવાયેલા હોઠ, સૂઝેલી આંખો અને પીંખાઈ ગયેલા શરીરના સમાચારો જ્યારે ન્યૂઝ રૂમમાં આવે છે તો દિલ-દિમાગ થરથર કાંપી જાય છે, નસો ફાટી જાય છે. કાંપતા હાથ એ નથી સમજી શકતા કે સમાચારને ક્યાંથી એડિટ કરવા અને શું હેડલાઈન કરવી? આવી તસવીરો જોઈને એક અજબ પ્રકારની ઘૃણા પેદા થાય છે. વેદનાની આ પળોમાં અમારી અંદર પર એક ડર પેદા થાય છે. હિંસક, બર્બર અને વિકૃત માનસિકતા ધરાવતા લોકોનું આ આંધળું ગાંડપણ સૌને બેચેન કરી નાખે છે. આવા સમાચારો ઝેરી નાગની જેમ ફૂંફાડા મારે છે. અરે, સરકાર હવે કંઈક તો કરો.