ક્યાંક તમારા ઘરની ઘડિયાળ તો નથીને સમય કરતા વહેલી? આવી ભૂલ કરશો તો થશે ભારે નુકસાન

ક્યાંક તમારા ઘરની ઘડિયાળ તો નથીને સમય કરતા વહેલી? આવી ભૂલ કરશો તો થશે ભારે નુકસાન

કોઈપણ ઘર કે ઓફિસ એવું નથી હોતું જ્યાં ઘડિયાળ લગાડેલી ન હોય. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ ઘડિયાળના કાંટે કામ કરતી હોય છે. જો કે આ ઘડિયાળ માત્ર સમય બતાવે છે એવું નથી, ઘડિયાળ સમય બદલી પણ શકે છે. જી હાં વાસ્તુ શાસ્ત્રમાં ઘડિયાળને પ્રભાવી ગણવામાં આવે છે. તેનો પ્રભાવ માત્ર ઘર પર જ નહીં પરંતુ પરિવારના સભ્યો પર પણ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘડિયાળ વ્યક્તિના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઘડિયાળ વ્યક્તિના જીવનને સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. કેવી રીતે થાય છે આ અસર જાણી લો આજે તમે પણ.

દક્ષિણ દિશા યમનું સ્થાન માનવામાં આવે છે. આ દિશામાં જો ઘડિયાળ લગાવેલી હશે તો પરીવારના સભ્યોના જીવન અને સૌભાગ્ય પર સંકટ વધી જશે. ઘરમાં જો ઝાંખા કાચવાળી અને વારંવાર બગડી જતી ઘડિયાળ લગાવેલી હશે તો તે ઘરના સભ્યોની સફળતામાં બાધા બની શકે છે. દરવાજાની ઉપરના ભાગે લગાવેલી ઘડિયાળ સુખ-શાંતિ માટે બાધારૂપ બને છે.

સમય કરતાં વહેલી અથવા મોડી રાખેલી ઘડિયાળ નકારાત્મક ઊર્જાને વધારે છે અને ઘરના સભ્યોની પ્રગતિ પણ પાછળ ધકેલી દે છે. ઓફિસ કે દુકાનમાં બંધ ઘડિયાળ ક્યારેય રાખવી નહીં. બંધ ઘડિયાળ આવકને પણ અટકાવી દે છે. ઘડિયાળ પર ધૂળ જામે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વેપાર ધંધામાં પ્રગતિ થાય તેવી ઈચ્છા હોય તો ઓફિસમાં અને ઘરમાં લોલકવાળી ઘડિયાળ લગાવવી. વાસ્તુ અનુસાર ઘડિયાળનો આકાર ગોળ, ચોરસ અથવા અંડાકાર હોવો જોઈએ.