લક્ષચંડી મહાયજ્ઞમાં 11 રેકોર્ડ તુટ્યા, 17.64 લાખ લાડુનો રેકોર્ડ એશિયા બુકમાં નોંધાયો

લક્ષચંડી મહાયજ્ઞમાં 11 રેકોર્ડ તુટ્યા, 17.64 લાખ લાડુનો રેકોર્ડ એશિયા બુકમાં નોંધાયો

આગામી 18-12-2019 થી 22-12-2019 સુધી ઉંઝા-ઐઠોર રોડ ઉપર ઉમિયા માતાજીનો ઉમાનગર ખાતે લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. જેમા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી, તથા ગવર્નરશ્રી તથા રાજ્ય તેમજ દેશના અન્ય મહાનુભાવો પધારનાર છે. દેશ વિદેશમાં વસતા પાટીદારો સહિત અંદાજીત કુલ 50 લાખથી વઘારે જનમેદની એકઠી થનાર છે.

જેમાં કાયદોને વ્યવસ્થા જળવાઇ રહે તેથી ઉંઝા ખાતે થી સ્ટેટ હાઇવે ઉપરથી પસાર થતાં તેમજ વિસનગર તરફથી આવતા તથા પાટણ તરફથી આવતા મોટા ભારે વાહનો માટે ડાયવર્ઝન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટર પ્રદિપસિંહ રાઠોડ દ્વારા અપાયું છે.

તમને જણાવી દઇએ કે, લક્ષચંડી મહાયજ્ઞમાં કુલ 11 રેકોર્ડ તૂટ્યા છે. જેમાથી 3 રેકોર્ડ એશિયા બુકમાં સ્થાન પામ્યા છે. 17.64 લાખ લાડુનો રેકોર્ડ એશિયા બુકમાં નોંધાયો છે. જે માટે 15000 કિલો ઘી, 25700 કિલો ખાંડ અને 25500 કિલો ચણાદાળ વપરાશે. ત્યાં જ 5000થી વધુ લોકોએ માતાજી નામનો જયઘોસ કર્યો અને 15 પ્રકારના બિયારણ સાથે 15000 ફુગ્ગા ઉડાવ્યા હતા. આમ એશિયા બુકના 3 સહિત કુલ 11 રેકોર્ડ નોંધાયા છે.

લક્ષચંડી મહાયજ્ઞ મા 11 રેકોર્ડ તુટ્યા,
3 રેકોર્ડ એશિયા બુકમા સ્થાન પામ્યા,
17 લાખ 64 હજાર લાડુ નો રેકોર્ડ એશિયા બુકમા નોંધાયો.
5000થી વધુ લોકો ઉમિયા માતાનો એક સાથે 10 વખત જયઘોસ કરશે
15000 ફુગ્ગા 15 પ્રકારના 32 કિલો બિયારણ સાથે ઉડાવાશે.
આ ઉપરાંત બીજા અન્ય 8 રેકોર્ડ સર્જાયા છે.
8890 લોકો હાજર હતા જેની રેકોર્ડ નોંધણી થઈ હતી. અગાઉ 4300 લોકોના નામે રેકોર્ડ હતો