વિદેશ જવાનું વિચારતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, પુત્રીને કેનેડા મોકલવાનો હરખ પિતાને ભારે પડ્યો

વિદેશ જવાનું વિચારતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, પુત્રીને કેનેડા મોકલવાનો હરખ પિતાને ભારે પડ્યો

શાહીબાગમાં રહેતા રાજેશભાઇને તેમની પુત્રીને ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા ખાતે મોકલવાની હોવાથી આશ્રમ રોડ પર આવેલ ઓમ એજ્યુકેશન નામની સંસ્થાના માલિકોને મળીને સ્ટુડન્ટ વિઝા તેમજ ત્યાની કોલેજમાં એડમિશન મળી જશે તેમ કહી કોલેજ તેમજ જી.આઇ.સી ફીની ખોટી રસીદો બનાવી રૂપિયા 16 લાખ પડાવી લીધા હોવાથી રાજેશભાઇ પટેલે નવરંગપુરામાં પોલીસ મથકે ઓમ એજ્યુકેશનના ત્રણેય માલિકો વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે.

શાહીબાગમાં કુશલવાટીકામાં રહેતા રાજેશભાઇ ડાહ્યાભાઇ પટેલની દિકરી કુપલએ એપોલો હોસ્પિટલમાં નસિગનોં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા જવુ હતુ. કુપલને તેના મિત્ર પાસેથી આશ્રમ રોડ પર આવેલ ઓમ એજ્યુકેશન નામની સંસ્થા વિદેશમાં સ્ટુડન્ટ વિઝા તેમજ કોલેજમાં એડમિશનનું કામ કરે છે. તેથી રાજેશભાઇ અને તેમની દિકરી કુપલ બંન્ને ઓમ એજ્યુકેશન ખાતે જઇને કેનેડાનાસ્ટુડન્ટ વિઝા તેમજ કોલેજ અંગેની માહિતી મેળવી હતી.

ઓમ એજ્યુકેશનના માલિક દિપક રુપાણી, દર્શીત અને આકાશ નામના શખ્સોએ વિઝાનું કામ પૂર્ણ થઇ જશે તે માટે પ્રોસેસ ફી ભરપાઇ કરવી પડશે. તેથી રાજેશભાઇએ ઓમ એજ્યુકેશનના માલિકો બતાવેલ ફી ભરેલ છતાં વિઝા અંગે કોઇ સંચોટ જવાબ આપતા ન હોવાથી રાજેશભાઇ કેનેડાની ઇમિગ્રેશનમાં સંપર્ક કરતા તેમની દિકરીની વિઝાની ફાઇલ રીજેકટ થઇ છે. તેથી તેઓએ વધુ તપાસ કરતા તેમને આપેલ પ્રોસેસ ફીની રકમ એજ્યુકેશનના માલિકોએ ભરપાઇ કરી ન હોવાથી વિઝા રદ થયા હતા.

જો કે, એજ્યુકેશનના ત્રણેય માલિકોએ રાજેશભાઇ પાસેથી કોલેજની ફી તેમજ જી.આઇ.સી ફીની ખોટી રસીદો બનાવી રૂપિયા 16,09,000 રૂપિયાની પડાવી લીધા હતા. આ અંગે નવરંગપુરા પોલીસ મથકે ઓમ એજ્યુકેશનના માલિક દિપક રુપાણી, દર્શીત અને આકાશ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.