ડોનાલ્ડ ટ્રમ્પ, પુતિન, જિનપિંગ અને મોદી દુનિયા માટે ઘાતક : સોરોસ

ડોનાલ્ડ ટ્રમ્પ, પુતિન, જિનપિંગ અને મોદી દુનિયા માટે ઘાતક : સોરોસ

યુએસ ઉદ્યોગપતિ-સમાજસેવક જ્યોર્જ સોરોસે દાવોસમાં આક્રોશ વ્યક્ત કર્યો

બહુમતીથી ચૂંટાયેલા નરેન્દ્ર મોદી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવે છે, કરોડો મુસ્લિમોને નાગરિકતા છીનવવાની ધમકી આપે છે

પ્રમુખ બન્યા પછી ટ્રમ્પની આત્મમુગ્ધતા બીમારી બની ગઈ મોદી – ટ્રમ્પ ઈચ્છે છે દુનિયા માત્ર તેમની આજુબાજુ ફરે 

પર્યાવરણીય પ્રશ્નો-રાષ્ટ્રવાદી સરકારો સામે લડવાનું શીખવવા વિશ્વમાં 1 અબજ ડોલરના ખર્ચે યુનિ.ઓ સ્થાપવાની જાહેરાત

દાવોસ, તા. 24 જાન્યુઆરી, 2020, શુક્રવાર

અમેરિકાના અગ્રણી ઉદ્યોગપતિ રોકાણકાર અને સમાજસેવક જ્યોર્જ સોરોસે દાવોસમાં શનિવારે અમેરિકા અને ચીન સહિત વિશ્વની લગભગ બધી જ આિર્થક મહાસત્તાઓના પ્રમુખોની ઝાટકણી કાઢી હતી અને તેઓ લગભગ ‘સરમુખત્યાર’ની જેમ શાસન કરી રહ્યાં હોવાનો દાવો કર્યો હતો. તેમણે મોદી સરકારના શાસનમાં ભારતમાં રાષ્ટ્રવાદ ઊભરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકા, રશિયા, ચીન અને ભારતના રાષ્ટ્રાધ્યક્ષો ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમિર પુતિન, શીન જિનપિંગ અને મોદી આ દુનિયા માટે ઘાતક છે. જ્યોર્જ સોરોસે વિશ્વમાં વકરી રહેલાં રાષ્ટ્રવાદ મુદ્દે દાવોસમાં આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ પર્યાવરણીય પ્રશ્નો-રાષ્ટ્રવાદી સરકારો સામે લડવાનું શીખવવા વિશ્વમાં 1 અબજ ડોલરના ખર્ચે યુનિવર્સિટીઓ સૃથાપશે.

કાશ્મીર અને નાગરિકતા સુધારા કાયદો અને એનઆરસી પર મોદી સરકારના વલણની આકરી ઝાટકણી કાઢી હતી. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ)ના એક સત્રને સંબોધન કરતી વખતે સોરોસે કહ્યું કે લોકતાંત્રીક રીતે ચૂંટાયેલી મોદી સરકાર ભારતને એક હિન્દુ રાષ્ટ્રવાદી દેશ બનાવી રહી છે, જે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ માટે સૌથી મોટો અને ભાયનક ફટકો છે. એટલું જ નહીં સોરોસે અમેરિકન સરકારની પણ ઝાટકણી કાઢી અને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ‘આત્મમુગૃધ’ રોગી નેતા છે. તેમણે શી જિનપિંગ સહિત વિશ્વના અનેક રાષ્ટ્રપ્રમુખોને તાનાશાહ કહ્યા હતા. 

સોરોસે કહ્યું કે રાષ્ટ્રવાદ ભારત માટે ‘સૌથી મોટી નિષ્ફળતા’ બની ગયો છે. સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રવાદ ફરીથી ઊભરી રહ્યો છે. ભારત માટે સૌથી મોટો ફટકો એ છે કે ત્યાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી નરેન્દ્ર મોદી સરકાર એક હિન્દુ રાષ્ટ્રવાદી દેશ બનાવી રહી છે. આ સરકારે કાશ્મીર પર દંડાત્મક કાર્યવાહી કરી રહી છે અને કરોડો મુસ્લિમોને નાગરિક્તાથી વંચિત કરવાની ધમકી અપાઈ રહી છે.

તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પ દગાબાજ છે અને સંપૂર્ણપણે આત્મમુગૃધ વ્યક્તિ છે. અમેરિકાના પ્રમુખ બનવાની તેમની કલ્પના પૂરી થઈ ગઈ તો તેમની આત્મમુગૃધતા રોગના સ્તરે પહોંચી ગઈ છે. હકીકતમાં તેમણે બંધારણ દ્વારા નિશ્ચિત મર્યાદા પાર કરી દીધી છે અને આ જ કારણે તેમના પર મહાભિયોગ ચલાવાઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે ગયા વર્ષે તેમને આંતરરાષ્ટ્રીય સહાકર સહિત વૈશ્વિક પરિસિૃથતિઓમાં સુધારો આવશે તેવી તેમને આશા હતી, પરંતુ વિશ્વમાં રાષ્ટ્રવાદના ઊભરવા સાથે તેમની આશાઓ પડી ભાંગી છે. તેમણે ચીનના વન બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની સફળતા પર ઉઠાવતાં કહ્યું કે તેના માટે જંગી પ્રમાણમાં લોન આપવાની જરૂર પડશે, જેમાંથી મોટાભાગની ક્યારેય પરત ચૂકવાશે નહીં.

તેમણે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ આંતરિક અવરોધો અને વિવિધ દુશ્મનોનો સામનો કરી રહ્યા છે. બંને નેતાઓ તેમની સત્તાઓ તેમની મર્યાદાઓથી વધુ લંબાવવા માગે છે.  

જ્યોર્જ સોરોસ અમેરિકાના જાણિતા રોકાણકાર છે અને તેમણે શેર બજારમાંથી અબજો ડોલરની કમાણી કરી છે. 89 વર્ષીય અબજોપતિ ઉદ્યોગપતિ સોરોસે એક નવા યુનિવર્સિટી નેટવર્કમાં એક અબજ ડોલર દાન કરવાની જાહેરાત કરી છે.

તેમણે આ યુનિવર્સિટી નેટવર્કને ઓપન સોસાયટી યુનિવર્સિટી નેટવર્ક (ઓએસયુએન – ઓસન) નામ આપ્યું છે. આ યુનિવર્સિટી વિશ્વના વર્તમાન અને ભાવી પડકારો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરશે. તેમણે તેને પોતાના જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગણાવ્યો છે. સોરોસે અનેક રાષ્ટ્રાધ્યક્ષોની ટીકા કરી હતી.

તેમણે ચીનના પ્રમુખ શી જિનપિંગ અને હંગેરીના પીએમ વિક્ટર ઓર્બનને તાનાશાહ ગણાવ્યા હતા. સોરોસનું મૂળ વતન હંગેરી છે. સોરોસે કહ્યું, આજે વિશ્વમાં સિવિલ સોસાયટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. માનવતા ઘટી રહી છે. એવું લાગે છે કે આગામી વર્ષોમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગના ભાગ્યથી જ દુનિયાની દિશા નક્કી થશે.