CAA વિરુદ્ધ પ્રદર્શન પર શાહે કહ્યું- EVMનું બટન એટલા ગુસ્સામાં દબાવજો કે શાહીન બાગમાં કરંટ લાગે

CAA વિરુદ્ધ પ્રદર્શન પર શાહે કહ્યું- EVMનું બટન એટલા ગુસ્સામાં દબાવજો કે શાહીન બાગમાં કરંટ લાગે

  • શાહીન બાગમાં 15 ડિસેમ્બરથી CAA અને NRC વિરુદ્ધ પ્રદર્શન
  • ચૂંટણીની રેલીમાં અમિત શાહે કહ્યું- દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર જુઠ્ઠાણાઓની યાદીમાં નંબર વન છે

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બાબરપુરમાં ચુંટણીસભાને સંબોધિત કરી હતી. તેમણે CAA વિરુદ્ધ શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બાબરપુરમાં EVMનું બટન એટલા ગુસ્સાથી દબાવજો કે કરંટ શાહીન બાગની અંદર લાગે. શાહે કહ્યું- દેશભરમાં ઘણા સર્વે કરવામાં આવ્યા છે. એક સરકાર શુદ્ધ પાણીમાં તો બીજી માર્ગ નિર્માણમાં નંબર વન છે. અમુક સરકારો વિદ્યુતીકરણમાં એક નંબરની પોઝિશન પર છે. કેજરીવાલ સરકાર ક્યાંય નથી. હા ખોટું બોલવાની લિસ્ટમાં તે ટોપ પર છે.

શાહીન બાગમાં મહિલાઓ અને વડીલો ધરણા પર બેઠા
શાહીન બાગમાં CAA અને NRC વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે 40 દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું છે. અહીં 15 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. મોટાભાગે મહિલાઓ વિરોધણાં બેઠી છે. બાળકો અને વડીલો પણ છે. અહીં આ પ્રદર્શનથી ટ્રાન્સપોર્ટ, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ પર અસર પડી રહી છે.