અત્યારે ઝઘડામાં વચ્ચે પણ ન પડાઈ, અ’વાદમાં 18 વર્ષનાં યુવાનની છાતીમાં ચપ્પાંનો ઘા ઝીંકી કરપીણ હત્યા

અત્યારે ઝઘડામાં વચ્ચે પણ ન પડાઈ, અ’વાદમાં 18 વર્ષનાં યુવાનની છાતીમાં ચપ્પાંનો ઘા ઝીંકી કરપીણ હત્યા

હાલ સામાન્ય બાબતોમાં લોકો કોઈની હત્યા કરી દેતાં પણ ખચકાતાં નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં ફક્ત કચરો ફેંકવા બાબતે થયેલી બોલાચાલીમાં 18 વર્ષનાં એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. અને તમને જાણીને નવાઈ લાગશે કે, ઝઘડો યુવાનનો ન હતો. તે તો ફક્ત ઝઘડો શાંત કરાવવા માટે વચ્ચે પડ્યો હતો.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અમદાવાદના જનતાનગરમાં શમા રો હાઉસમાં રહેતાં સલમાનને રિઝવાન ખાન પઠાણ અને બિસ્મિલ્લા ખાન પઠાણ વચ્ચે કચરો નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જો કે આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને જણા સામસામે આવી ગયા હતા. જો કે સલમાને બબાલ વધી જતા ઈતબરને ફોન કર્યો હતો. જેથી ઇતબર અને તેના પિતા સલમાનનાં ઘરે પહોંચ્યા હતા. ત્યારે બે જણા વચ્ચે ચાલતાં ઝઘડાને રોકવા માટે ઇતબાર વચ્ચે પડ્યો હતો. જો કે આવેશમાં આવી ગયેલાં રિઝવાન અને બિસ્મિલ્લા પઠાણે તીક્ષ્ણ હથિયાર કાઢીને ઈતબરને છાતીના ભાગે મારી દીધું હતું.

છાતીમાં જ ચપ્પાંનો જોરદાર ઘા વાગતાં ઈતબાર ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલ લઈ જવાયો હતો. પણ હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે રામોલ પોલીસે હત્યા કરનાર બે આરોપી પૈકી એક આરોપીની બિસ્મિલ્લા ઉર્ફે જગ્ગુ પઠાણની રામોલ પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો પોલીસ તપાસમાં બીજી હકીકત સામે આવી કે, ઈતબાર 5 મહિના પહેલાં જ મુંબઈથી અમદાવાદ આવ્યો હતો.