વિશ્વના સૌથી વધુ 30 પ્રદૂષિત શહેરોમાં 21 ભારતના, દક્ષિણ એશિયાના દેશોની હાલત સૌથી વધુ ખરાબ

વિશ્વના સૌથી વધુ 30 પ્રદૂષિત શહેરોમાં 21 ભારતના, દક્ષિણ એશિયાના દેશોની હાલત સૌથી વધુ ખરાબ

  • ગતવર્ષની સરખામણીએ ભારતમાં વાયુ પ્રદૂષણ 20 ટકા ઘટ્યું, રિપોર્ટમાં આ સુધારાનું કારણ આર્થિક મંદીને ગણાવવામાં આવી
  • ટોપ-10 સૌથી વધુ પ્રદૂષિત હવા વાળા દેશોમાં તમામ એશિયાના શહેરો, ટોપ-50 શહેરોમાં પણ તમામ એશિયાના 

નવી દિલ્હીઃ વિશ્વભરમાં વાયુ પ્રદૂષણના સૌથી ખરાબ સ્તર વાળા શહેરોના વાર્ષિક લિસ્ટમાં ભારતના શહેરો એક વખત ફરી ટોપ પર છે. યુપીનું ગાજિયાબાદ આ લિસ્ટમાં પ્રથમ નંબરે છે. ટોપ-10માંથી 6 અને ટોપ-30માં કુલ 21 શહેરો પણ ભારતના છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ-2019નો આ ડેટા આઈક્યુઆઈઆર એ તૈયાર કર્યો છે. દર વર્ષે આ રિપોર્ટ તૈયાર થાય છે. 2018ના રિપોર્ટમાં ટોપ-30 પ્રદૂષિત શહેરોમાં ભારતના 22 શહેરો સામેલ હતા.

નવા રિપોર્ટના જણાવ્યા મુજબ યુપીના ગાજિયાબાદમાં 2019માં સરેરાશ પીએમ2.5( (μg/m³)- 110.2 હતુ, જે વિશ્વભરમાં સૌથી ખરાબ હતું. પછીના ક્રમે ચીન અને પાકિસ્તાનના શહેરો છે, જેમજેમ લિસ્ટ આગળ વધતું જાય છે, ભારતના શહેરોની સંખ્યા પણ તેમા વધતી જાય છે. ટોપ-50 સુધી ભારતના 26 શહેર આ લિસ્ટમાં આવે છે. આ લિસ્ટના ટોપ-50માં તમામ એશિયાઈ દેશોના શહેરો છે. આ બધાનું વાર્ષિક પીએમ2.5 (μg/m³)- 60થી વધુ રહ્યું છે.

શહેરPM 2.5 (μg/m³) 2019PM 2.5 (μg/m³) 2018
ગાજિયાબાદ, ભારત110.2135.2
હોતન, ચીન110.1116
ગુજરનવાલા, પાકિસ્તાન105.3
ફૈસલાબાદ, પાકિસ્તાન104.6130.4
દિલ્હી, ભારત98.6113.5
નોઈડા, ભારત97.7123.6
ગુડગાંવ, ભારત93.1135.8
રાવલપિંડી, પાકિસ્તાન92.2
ગ્રેટર નોઈડા, ભારત91.3
બંધવારી, ભારત90.5
લખનઉ, ભારત90.3115.7
લાહોર, પાકિસ્તાન89.5114.9
બુલંદશહેર, ભારત89.4
મુજફ્ફરનગર, ભારત89.1
બાગપાત, ભારત88.6
કાશગર, ચીન87.195.8
જિંદ, ભારત85.491.6
ફરિદાબાદ, ભારત85129.1
કોરૌત, ભારત85
ભિવંડી83.4125.4
ઢાંકા, બાંગ્લાદેશ83.397.1
પટના, ભારત82.1
પલવલ, ભારત82.1
દક્ષિણ તાંગરેન, ઈન્ડોનેશિયા81.3
મજફ્ફરપુર, ભારત81.2110.3
હિસાર, ભારત81
મુરીદકે, પાકિસ્તાન80.6
કુતૈલ, ભારત80.4
જોધપુર, ભારત77.2113.6
મુરાદાબાદ, ભારત76.5104.9

સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ભારતનું સ્થાન 5મું

ટોપ-10 સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં તમામ દેશો એશિયાના છે. ભારતનું સ્થાન તેમાં 5મું છે. ગત વર્ષે ભારતનું સ્તાન ત્રીજું હતું. 2019માં ભારતનું પીએમ2.5 (μg/m³)- 58.08 રહ્યં, જે 2018થી 14.46 પોઈન્ટ ઓછું છે. રિપોર્ટમાં આ સુધારાનું કારણ આર્થિક મંદીને ગણાવવામાં આવી છે. આ લિસ્ટમાં બાંગ્લાદેશ પ્રથમ નંબરે અને પાકિસ્તાન બીજા નંબરે છે. દક્ષિણ એશિયાના દેશ, દક્ષિણ પૂર્વી એશિયાના દેશ અને પશ્ચિમ એશિયાના દેશોની સ્થિત ખૂબ જ ખરાબ છે. વિશ્વભરમાં આ ભાગના વાયુ પ્રદૂષણના સ્તરને સૌથી ચિંતાજનક ગણવામાં આવ્યું છે.

દેશPM 2.5 (μg/m³) 2019PM 2.5 (μg/m³) 2018
બાંગ્લાદેશ83.397.1
પાકિસ્તાન65.874.2
મંગોલિયા6258.5
અફધાનિસ્તાન58.861.8
ભારત58.0872.54
ઈન્ડોનેશિયા51.7142.01
બહરીન46.8059.80
નેપાળ44.4654.15
ઉઝ્બેકિસ્તાન41.2034.30
ઈરાક39.60

કયા આધાર પર તૈયાર થાય છે રિપોર્ટ ?

ગ્લોબલ એર ક્વોલિટી ઈન્ફોર્મેશન કંપની આઈક્યુઆઈઆરના રિસર્ચરોએ ગ્રાઉન્ડ મોનિટરિંગ સ્ટેશન દ્વારા મળેલા પીએમ2.5 (μg/m³)ના ડેટાના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. પીએમ 2.5 PM (μg/m³) વાયુમાં ધુળના ખૂબ જ ઓછા કણ હોય છે, જેને માઈક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. શ્વાસ લેવા દરમિયાન કણો સરળતાથી ફેફસા સુધી પહોંચી જાય છે, જે ખૂબ જ નુકસાનકારક હોય છે. તે આગળ જતા હાર્ટ અને ફેફસા સાથે જોડાયેલી બીમારીનું કારણ બને છે. જો કોઈ શહેરની PM 2.5 (μg/m³)- 12થી ઓછી છે તો તેને સારી માનવામાં આવે છે.

પીએમ2.5 (μg/m³)એક્યુઆઈ લેવલસ્વાસ્થ્ય માટે કેવું ?
0-120-50સારુ
12.1-35.451-100સંતોષજનક
35.5-55.4101-150સામાન્ય
55.5-150.4151-200ખરાબ
150.5-250.4201-300ખૂબ ખરાબ
250.5+301+ગંભીર

વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે 15 વર્ષથી ઓછી ઉંમરના 6 લાખ બાળકોના મોત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 2018ના એક રિપોર્ટ મુજબ, વિશ્વમાં દર વર્ષે 15 વર્ષથી ઓછી ઉંમરના 6 લાખ બાળકોના મોત માત્ર પ્રદૂષણથી થતી બીમારીઓના કારણે થાય છે. વર્લ્ડ બેન્કના 2016ના એક રિપોર્ટ મુજબ, વાયુ પ્રદૂષણના કારણે થનાર બાળકોના મોતથી દર વર્ષે વિશ્વમાં 5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થાય છે.