મા ઉમિયાના ઉત્સવમાં આજે CM અને ડે.CM સહિત દિગ્ગજ લોકો શીશ ઝુકાવશે

મા ઉમિયાના ઉત્સવમાં આજે CM અને ડે.CM સહિત દિગ્ગજ લોકો શીશ ઝુકાવશે

28 ફેબ્રુઆરીના રોજથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે મા ઉમિયાનું સૌથી ઉંચા મંદિરનો બે દિવસ માટે શિલાન્યાસ થઇ રહ્યો છે. ગઇ કાલે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. મા ઉમિયાના મંદિરમાં જગત જનની સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ સમારોહનો આજે બીજો દિવસ છે.

આજે વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ સમારોહનો બીજો દિવસ છે. આજે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નિતીન પટેલ, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ પણ હાજર રહેશે. આ દરમિયાન પાટીદાર સમાજના ધારાસભ્યો, આગેવાનો પણ હાજર રહેશે.સવારે મંદિરમાં શિલાપૂજન સમારોહ યોજાયો હતો. આજે સાંજે 4થી 7 વાગ્યા સુધી ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દેશભરના સંતો – મહંતો ધર્મસભામાં હાજરી આપશે.

જગત જનની મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારત ભરના 21 કરતાં વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પણ ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેવાના છે.