નિર્ભયા કેસ / ફાંસી અટકાવવા માટે આરોપી પવન, અક્ષય અને વિનય આંતરરાષ્ટ્રીય કોર્ટ ગયા, 20 માર્ચે ફાંસી માટેની તિહારમાં તૈયારી શરૂ

નિર્ભયા કેસ / ફાંસી અટકાવવા માટે આરોપી પવન, અક્ષય અને વિનય આંતરરાષ્ટ્રીય કોર્ટ ગયા, 20 માર્ચે ફાંસી માટેની તિહારમાં તૈયારી શરૂ

  • કોર્ટે ચારેય આરોપીઓને 20 માર્ચની સવાર 5.30 વાગ્યે ફાંસી આપવાના વોરંટ આપ્યું હતું. 
  • આરોપીના પરિવારજનોએ રાષ્ટ્રપતિને ચિઠ્ઠી લખીને ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી હતી

નવી દિલ્હીઃનિર્ભયા કેસના ત્રણ આરોપીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો દરવાજો ખખડાવ્યો છે. મુકેશ સિવાયના અક્ષય, પવન અને વિનયે તેમના ડેથ વોરંટને અટકાવવા માટે ICJનો દરવાજો ખખડાવ્યો છેતિહાર જેલ પ્રશાસને નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેલ અધિકારીઓએ ઉત્તર પ્રદેશના મેરઠ નિવાસી પવન જલ્લાદને ફાંસી આપવાના ત્રણ દિવસ પહેલા 17 માર્ચે તિહાર જેલ આવીને રિપોર્ટ કરવા માટે કહ્યું છે. તેમના આવ્યા બાદ અધિકારીઓ એક વાર ફરી ડમી ફાંસી આપીને ટેસ્ટિંગ કરશે. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીની કોર્ટે ચારેય આરોપી મુકેશ(32), પવન ગુપ્તા(25), વિનય શર્મા (26) અને અક્ષય સિંહ (31)ને 20 માર્ચની સવારે 5.30 વાગ્યે ફાંસી આપવાનું વોરંટ જાહેર કર્યું હતું.

આરોપીઓના પરિવારજનો સાથે મુલાકાત
કાયદાના વિકલ્પોના બચ્યાં હોવાના કારણે ફાંસીની તારીખ પહેલા ત્રણ વખત ટાળવામાં આવી હતી. મુકેશ, પવન અને વિનય તેમના પરિવારો સાથે મુલાકાત કરી ચુક્યા છે. જેલ અધિકારીઓએ અક્ષયના પરિવારને ફાંસી પહેલા અંતિમ મુલાકાતની તારીખ વિશે લખ્યું છે.

આરોપીઓના 13 પરિવારજનોએ ઈચ્છામૃત્યુ માંગી
આરોપીઓના વૃદ્ધ માતા-પિતા, ભાઈ-બહેન તથા બાળકો સહિત 13 પરિવારજનોએ રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિઠ્ઠી લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે અમારી અપીલને સ્વીકાર કરો અને ભવિષ્યમાં થનારા કોઈ પણ ગુનાને રોકો, જેથી નિર્ભયા જેવી બીજી ઘટના ન બની શકે અને કોર્ટે આવું ન કરવું પડે કે એક સ્થળ પર પાંચ લોકોને ફાંસી આપવી પડે. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું કે એવો કોઈ પાપી નથી, જેણે માફ ન કરવામાં આવે.

16 ડિસેમ્બર 2012- 6 આરોપીઓએ નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું
દિલ્હીમાં પેરામેડિકલ વિદ્યાર્થી સાથે 16 ડિસેમ્બર, 2012ની રાતે 6 લોકોએ ચાલતી બસમાં દુષ્કર્મ કર્યું હતું. ગંભીર ઈજાઓના કારણે 26 ડિસેમ્બરે સિંગાપુરમાં સારવાર દરમિયાન નિર્ભયાનું મોત થઈ ગયું હતું. ઘટનાના 9 મહિના બાદ એટલે સપ્ટેમ્બર 2013માં નીચલી કોર્ટે પાંચ આરોપીઓ.. રામ સિંહ, પવન, વિનય અને મુકેશને ફાંસી આપવાની સજા સંભળાવી હતી. માર્ચ 2014માં હાઈકોર્ટે મે 2017માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી હતી. ટ્રાયલ દરમિયાન મુખ્ય આરોપી રામ સિંહે તિહાર જેલમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.