WHO / વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસની મહામારી સામે ભારત દ્વારા કરાયેલી ત્વરીત કાર્યવાહીની પ્રશંસા કરી

WHO / વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસની મહામારી સામે ભારત દ્વારા કરાયેલી ત્વરીત કાર્યવાહીની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંગળવારે કોરોના વાઈરસ સામેની લડત પ્રત્યે ભારત સરકારની કટિબદ્ધતાની પ્રશંસા કરી છે. કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે બેઠક યોજ્યા બાદ ભારતમાં WHOના પ્રતિનિધિ હેંક બેકેડમે ભારત દ્વારા કોરોના વાઈરસ સામેની લડતને લઈ જે સફળ પ્રયત્ન કરવામાં આવ્યા છે તેની પ્રશંસા કરવામાં આવી છે. મારા મતે ભારત સરકારના સર્વોચ્ચસ્તર પ્રધાનમંત્રી કાર્યાલયથી લઈ તમામ લેવલે ખૂબ જ ત્વરીતતાથી કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરી પ્રભાવશાળી રહી છે.

ભારત જે સારી કામગીરી કરી રહ્યું છે તેના કેટલાક કારણો પૈકીનું આ પણ એક કારણ છે.હું ખરેખર એ બાબતથી પ્રભાવિત છું કે દરેક વ્યક્તિને ખસેડવામાં આવી રહી છે, તેમ બેકેડમે જણાવ્યું હતું. ભારત અને ખાસ કરીને ICMR તથા ડિપાર્ટમેન્ટ હેલ્થ રિસર્ચ ખૂબ જ સારી સંશોધન ક્ષમતા ધરાવે છે.તેઓ કોરોના વાઈરસને અલગ-થલગ કરવાની પૂરી ક્ષમતા ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જ ICMRએ જાહેરાત કરી હતી કે તેમણે કોરોના વાઈરસના નવા વાઈરસને અલગ-થલક કરવામાં સફળતા મેળવી છે.

કોરોના વાઈરસની દવાઓ અને રસીઓ વિકસાવવા તરફનું અમારું પ્રથમ પગલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 126 કેસ સામે આવ્યા છે અને 3 વ્યક્તિના મોત થયા છે.