અમેરિકામાં 22 લાખ અને બ્રિટનમાં 5 લાખ લોકોના થશે મોત, સંશોધનમાં કરાયો સનસની દાવો

અમેરિકામાં 22 લાખ અને બ્રિટનમાં 5 લાખ લોકોના થશે મોત, સંશોધનમાં કરાયો સનસની દાવો

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસનો કહેર આખી દુનિયા પર વર્તાયો છે. કોરોનાથી પોતાના નાગરિકોને બચાવવા માટે દુનિયાની તમામ સરકારો શક્ય તેટલા તમામ પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન એક બ્રિટિશ સંશોધનનો અહેવાલ સામે આવતા અમેરિકા અને બ્રિટનની સરકારમાં સોપો પડી ગયો છે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આવનાર સમયમાં કોરોના વાયરસના કારણે અમેરિકામાં 22 લાખ અને બ્રિટનમાં 5 લાખ લોકોના મોત થઈ શકે છે. આ રિસર્ચ ઈંપીરિયલ કોલેજ લંડનમાં પ્રોફેસર નીલ ફર્ગુસને ઈટાલીના કોરોનાના આંકડાના આધારે કર્યું છે.

બ્રિટિશ રિસર્ચ અહેવાલ સામે આવ્યા બાદ બ્રિટનના વડાપ્રધાન જોનસને કોરોના સામે વધારે કડક પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા એવા બ્રિટનમાં લોકો પોતાના ઘરોમાં જ રહેવા અને જુદી જુદી બિમારીઓ સામે ઝઝુમી રહેલા 70 લાખ લોકોને પણ અલગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.  

ફર્ગ્યુસનની ટીમે કહ્યું છે કે, જો આ બિમારીને અટકાવવાના ગંભીર પ્રયાસ ના કરવામાં આવ્યા તો બ્રિટનમાં 5 લાખ અને અમેરિકામાં 22 લાખ લોકોના મોત થઈ શકે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર પહેલાના કોરોનાના પ્લાનથી લગભગ 2,50,000 લોકોના મોત થઈ શકે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સેવાઓ પર પણ તેની વિપરીત અસર પડશે.

લોકોને પણ આપી સલાહ

વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, જ્યાં સુધી કોરોના વાયરસની અસર ઓછી ના થાય ત્યાં સુધી લોકો પબ, ક્લબ અને થિયેટરમાં ના જાય. આ ઉપરાંત સામાજીક અંતર પણ જાળવે. આ રિસર્ચમાં શામેલ પ્રોફેસર અજરા ઘનીએ કહ્યું હતું કે, કોરોના આપણા સમાજ અને અર્થવ્યવસ્થા પર ખુબ જ મોટી અને વિપરીત અસર પહોંચાડશે. રિસર્ચ ટીમના અન્ય એક સભ્ય ટિમ કોલબર્ને કહ્યું હતું કે, આવનાર સમય ખુબ જ મુશ્કેલ છે.

આ રિસર્ચ સામે આવ્ય્યા બાદ બ્રિટિસ સરકારે આકરા પગલા ભરવાનું શરૂ કરી દીધા છે. સાથે જ કહ્યું છે કે, નવા સૂચનોને પણ સરકારના એક્શન પ્લાનમાં શામેલ કરવામાં આવશે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાથી 107 લોકોના મોત થયા છે. જ્યારે બ્રિટનમાં કોરોના વાયરસ 71 લોકોને ભરખી ગયો છે.