અમુક પબ્લિક સુધરે જ નહીં! ઘરે બેઠાં થાળીઓ વગાડવાની હતી, લોકોએ જશ્ન મનાવતાં હોય એમ રેલી કાઢી

અમુક પબ્લિક સુધરે જ નહીં! ઘરે બેઠાં થાળીઓ વગાડવાની હતી, લોકોએ જશ્ન મનાવતાં હોય એમ રેલી કાઢી

આપણી દેશી પબ્લિક ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ કેમ ન હોય, પણ સુધરે જ નહીં. હાલ ગુજરાતમાં કોરોના વાયરસને લઈ એક મોત થઈ ચૂક્યું છે. 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. સરકારે જ્યાં જ્યાં પોઝિટિવ કેસ આવ્યા ત્યાં બધા 6 જિલ્લાઓમાં લોકડાઉન કરી દીધું. કોરોના ન ફેલાય તે માટે પીએમ મોદીએ જનતા કરફ્યુનું એલાન કર્યું. સાથે જ કોરોના સામે જંગ લડનાર યૌદ્ધાઓ માટે આભાર વ્યક્ત કરવા ઘરે બેઠાં કે બારીઓમાંથી થાળીઓ વગાડવાનું કહ્યું હતું. પણ અમુક લોકોએ પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરી જ લીધું હતું, અને ઝુંડે ઝુંડમાં જાણે કે ભારતે કોઈ મહાન સિદ્ધિ હાંસલ કરી હોય તેમ જશ્ન મનાવવા માટે રસ્તાઓ પર નીકળી પડ્યા હતા.

સોશિયલ મીડિયામાં આવાં અનેક વીડિયો વાઈરલ થયા છે, જેમાં બુદ્ધિ વગરનાં લોકો રસ્તાઓ પર નીકળી ઢોલ નગારાના નાદ સાથે જશ્ન મનાવી રહ્યા છે. જાણે કે કોઈ ઉજવણી ચાલતી હોય તેમ કિકિયારીઓ પાડતાં હતા. રેલી અને સરઘસ કાઢ્યું હતું. અમદાવાદનો આવો જ એક વીડિયો વાઈરલ થયો છે. અને બીજી અનેક જગ્યાઓનાં વીડિયો વાઈરલ થયા છે.