WHOએ ભારતના કર્યા વખાણ, કહ્યું – કોરોનાને રોકવો હવે તમારા હાથમાં

WHOએ ભારતના કર્યા વખાણ, કહ્યું – કોરોનાને રોકવો હવે તમારા હાથમાં

કોરોના વાયરસના ઝડપથી વધતા કેસની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોનાના પ્રસાર પર પ્રતિબંધ લગાવા માટે ભારતને પોતાની આક્રમક કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ. ભારતમાં કોરોનાના 499 કેસ સામે આવ્યા છે અને તેના પ્રસારને રોકવા માટે 548 જિલ્લામાં લોકડાઉન જાહેર કરી દીધા છે.

કોરોનાના પ્રસારને રોકવા માટે ભારતની તરફથી ઉઠાવામાં આવેલા પગલાં પર વિશ્વ વેપાર સંગઠન (WHO)ના કાર્યકારી નિર્દેશક માઇકલ જે રેયાન એ કહ્યું કે ભારત ચીન જેવો ખૂબ જ ગીચ વસતીવાળો દેશ છે અને આ ગીચ વસતીવાળા દેશોમાં જો કંઇ થાય છે તેના પર કોરોના વાયરસનું ભવિષ્ય નક્કી થશે. તેમણે આગળ કહ્યું કે એ ખૂબ જ જરૂરી છે કે ભારત જાહેર સ્વાસ્થ્ય સ્તર પર પોતાની આક્રમક કાર્યવાહી ચાલુ રાખે. હવે ભારતના હાથમાં છે કોરોનાને રોકવાનું. 

માઇકલ જે રેયાને કહ્યું કે ભારતે સાયલન્ટ કિલર કહેવાતી બે ગંભીર બીમારીઓ (સ્મોલ પૉક્સ અને પોલિયા)ના ઉન્મૂલનમાં દુનિયાનું નેતૃત્વ કર્યું. ભારતમાં જબદરસ્ત ક્ષમતા છે તમામ દેશોમાં પણ જબદરસ્ત ક્ષમતા છે કે તેઓ પોતાના સમુદાયો અને નાગરિક સમાજને એકત્ર કરે.

આખી દુનિયામાં થાય સીઝફાયર: UN

બીજીબાજુ સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિય ગુટેરે કોરોનાની ભયાનકતાને જોતા આખી દુનિયામાં વૈશ્વિક શાંતિને લઇ આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે હું દુનિયાના તમામ ખૂણામાં તાત્કાલિક વૈશ્વિક યુદ્ધ વિરામનું આહ્વાન કરી રહ્યો છું. આ લોકડાઉ પર સશસ્ત્ર સંઘર્ષ અને આપણા જીવનની સાચ્ચી લડાઇ પર એક સાથે ધ્યાન કેન્દ્રિત કરવા, શત્રુતાથી પીછો છોડાવા અને અવિશ્વાસ તથા દુશ્મનીને દૂર કરવાનો સમય છે.

16 હજારથી વધુ મોત થયા

જ્યારે આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોનાએ અત્યાર સુધીમાં દુનિયાભરના 16000થી વધુ લોકોને કાળનો કોળિયો બનાવ્યા. તો 3.6 લાખથી વધુ લોકો તેની ઝપટમાં આવી ગયા છે. એકલા ઇટલીમાં કોરોનાથી 6077 લોકોના મોત થયા છે. અમેરિકામાં પણ 400થી વધુ લોકોના મોત થયા છે. મોતનો આ આંકડો દરેક દેશમાં ઝડપથી વધી રહ્યો છે. દુનિયાના 190 દેશ કોરોનાથી પ્રભાવિત છે. ઇટલી બાદ ચીનમાં 3270 લોકોના મોત થઇ ચૂકયા છે.