મસ્જિદમાં મોત થવું સારું છે કહેનાર મૌલાના સાદ પોતે ભાગી ગયાં

મસ્જિદમાં મોત થવું સારું છે કહેનાર મૌલાના સાદ પોતે ભાગી ગયાં

સ્નેપ શોટ

સમગ્ર દેશમાં તબલિગ જમાતની દિલ્હીમાં યોજાયેલી મરકઝને કારણે આંતક ફેલાઇ ગયો છે. તબલિગ જમાતની મરકઝમાં ભાગ લેવા ગયેલાં જુદા જુદા રાજ્યોના લોકોને શોધવા પોલીસ કામે લાગી ગઇ છે. તબલિગ જમાતનાં લોકોને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે ત્યાં આ લોકોની વિકૃતિ બહાર આવી છે. અંદાજે ૨૩૦૦ થી વધારે લોકોને નિઝામુદ્દિન મરકઝમાંથી બહાર કાઢીને હોસ્પિટલોમાં દાખલ કરાયાં છે. તુઘલકાબાદ ક્વોરન્ટાઇન સેન્ટરમાં ૧લી એપ્રિલે ૧૬૭ લોકોને ક્વોરન્ટાઇનમાં રખાયાં. ઉત્તર રેલવેનો મુખ્ય જનસંપર્ક અધિકારી દિપકકુમારે કહ્યું કે, આ લોકોએ ત્યાંના કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો. આ લોકો હોસ્પિટલમાં ગમે તેમ ફરતાં હતાં. તેમનો ઇલાજ કરનાર ડોક્ટરો પર થૂંકતા હતાં અને ભોજન માટે અયોગ્ય માગણીઓ કરતાં હતાં. તબલિગ જમાત એટલે ખુદાનો પ્રચાર કરવાવાળા લોકો એવો અર્થ થાય છે. ભગવાનનો પ્રચાર કરવાવાળાની આવી હરકતો કેટલી યોગ્ય છે તે હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તબલિગ જમાતે પહેલાં તો કાયદા વિરુદ્ધ ભેગાં થયાં અને હવે જ્યારે આ લોકોને સારવાર અપાઇ રહી છે ત્યારે બદતમિઝી કરી રહ્યાં છે.

તબલિગ જમાતના વડા જેને અમીર તરીકે ઓળખાવવામાં આવે છે તે મૌલાના મહંમદ સાદ અત્યારે પોલીસ ધરપકડથી બચવા ફરાર છે. મૌલાના મહંમદ સાદ અત્યારે દેશભરમાં વિલન તરીકે ચિતરાઇ ગયાં છે તેનું કારણ એ છે કે આ મૌલાનાને જ્યારે મસ્જિદ ખાલી કરવાની વાત કરી ત્યારે તેમણે અધિકારીઓનું પણ માન્યું નહીં અને પોતાની જમાતના લોકોને કહ્યું કે, મસ્જિદોકો બંધ કર દેના ચાહીયે, ઇસસે બીમારી બઢેંગી યે ખ્યાલ દિલ સે નિકાલ દો. હા, અહતિયાત અપની જગહ હૈ, લેકિન ઇસ ખ્યાલ કો લોગો મેં છોડ દેના, ઇસસે અજાબ બઢેંગા. યહ અલ્લાહતાલા કે દસ્તૂર કે ખિલાફ હૈ. વહાં તો હર અજાબ કે આને કે વક્ત મસ્જિદો કી તરફ બિનઇરાદા આયા જાતા થા. ર ઇસ જમાને મેં અજાબ કો હટાને કે લિયે મસ્જિદો કો ભી છોડા જાયે ? સોચો તો સહી કિતના ગલત ઇકદામ હૈ. મસ્જિદો કો કિસી ભી હાલ મેં બંદ કરને કા સવાલ હી નહી હૈ. મૈં કહતા હૂં કી અગર તુમ્હે તુમ્હારે તરજુબે મેં યહ નજર ભી આ જાય કે મસ્જિદ આને સે આદમી મર જાયેંગા તો ઇસસે બહેતર મરને કી જગહ કોઇ હો નહીં શકતી.

મસ્જિદમાં મોત થવું એ સૌથી ઉત્તમ છે તેવી વાત કરનાર તબલિગ જમાતના અમીર મહંમદ સાદ આજે ભાગી છૂટયાં છે. પોલીસ તેમના વતન ઉત્તરપ્રદેશના સામલી જિલ્લામાં આવેલ કાંધલા ગામે પણ તપાસ કરવા પહોંચી ગઇ છે.

મૌલાના મહંમદ સાદ જ્યારે આજે ફરાર છે અને તેમના પર પોલીસ કેસ નોંધાઇ ગયો છે ત્યારે આ ફરાર મૌલાનાએ વક્તની નજાકત પારખીને ફરી એક વીડિયો જાહેર કર્યો છે અને તેમાં ડાહી ડાહી વાતો કરી છે. મૌલાના મહંમદ સાદે બીજા વીડિયોમાં કહ્યું છે કે, ઇસમે કોઇ શક નહીં કી દુનિયાભર મેં યહ જો અજાબ આયા હૈ, હમ ઇન્સાનો કે ગુનાહોકા નતીજા હૈ. ઇસ વક્ત યકીની અસ્બાબમેં જો આયે અપને ઘરોમે રહતે હુએ દાવત ર તાલિમી કા અહતરામ કરના હૈ. યહ અલ્લાહ કે ગુસ્સે કો ઠંડા કરને કા અસલ જરીયા હૈ. હકુમત ઇન્તજામિયા કો બરાબર સાથ દેના હૈ. મસલન, મજમા જમા ના કરના, ર ઇન હાલાત મેં હકુમત કી પૂરી મદદ કરના જરૂરી હૈ. બંદા ખુદ ભી અપને આપ કો ક્વોરન્ટાઇન કીએ હુએ હૈ, જહાં જહાં હમારી જમાતે હૈ વોહ હકુમત કે કાનૂન કા પાલન કરે.

દેશભરમાં તબલિગ જમાતના લોકો આજે ખરાબ ચિતરાઇ ગયા છે તેનું કારણ આ મૌલાના મહંમદ સાદ છે. સરકારની મંજૂરી વગર દિલ્હીમાં જે રીતે તબલિગ જમાતના લોકોની મરકઝ યોજી તેનાથી આજે દેશમાં કોરોના વાઇરસનું જોખમ વધી ગયું છે. હકીકત એ છે કે તબલિગ જમાતના પણ બે ભાગલાં પડી ગયા છે. એક જમાત પર મહંમદ સાદનું વર્ચસ્વ છે જયારે બીજી જમાતમાં મૌલાના ઇબ્રાહીમ, મૌલાના અહમદ લાડ અને મૌલાના ઝુબેર જેવા ઇસ્લામિક સ્કોલરોનું વર્ચસ્વ છે. આ બીજા ગ્રૂપે પણ મસ્જિદ ફૈઝે ઇલાહીમાં મરકઝનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ કોરોના વાઇરસને કારણે ૧લી માર્ચે આ બીજા ગ્રૂપે પોતાનો કાર્યક્રમ રદ કર્યો હતો. પરંતુ મૌલાના મહંમદ સાદે ૧૩મી માર્ચનો તેમનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. જેના પરિણામે આજે કોરોનાના દર્દીઓ વધી ગયાં.

તબલિગ જમાતની સ્થાપના ૧૯૨૬-૨૭માં મૌલાના ઇલિયાસ કાંધાલવીએ કરી હતી. ત્યારબાદ તેમના અવસાન બાદ તેમનો દીકરો મૌલાના યુસુફ તબલિગીએ જમાતના વડા તરીકે કામકાજ સંભાળ્યું. ૧૯૬૫માં જ્યારે મૌલાના યુસુફનું અવસાન થયું ત્યારે મૌલાના ઇનામુલ હસન જમાતના પ્રમુખ બન્યાં. ત્રીસ વર્ષ સુધી તેઓ આ પદ પર રહ્યાં. ૧૯૯૫માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તબલિગ જમાતમાં વર્ચસ્વની લડાઇ શરૂ થઇ. આ લડાઇને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે કોઇને જમાતનો પ્રમુખ નહીં બનાવાય. ૧૦ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી જેને શૂરા કહેવામાં આવે છે. જે જમાતના તમામ કામો પર દેખરેખ રાખે છે. મૌલાના મહંમદ સાદ જે તબલિગ જમાતના સ્થાપક પ્રમુખ ઇલિયાસ કાંધાલવીના પ્રપૌત્ર થાય છે. તે પણ આ શૂરાના સદસ્ય હતાં. દરમિયાનમાં ૧૬ નવેમ્બર ૨૦૧૫ના રોજ મૌલાના મહંમદ સાદે પોતાને તબલિગ જમાતના પ્રમુખ તરીકે જાહેર કર્યાં. ૨૦૧૭માં એક બીજી જમાત બની જે કેટલાંક ઇસ્લામિક સ્કોલરો ચલાવી રહ્યાં છે.

તબલિગ જમાતમાં અત્યારે દુનિયાભરમાંથી ડોનેશન આવે છે જેનો વહીવટ પ્રમુખ તરીકે આ મહંમદ સાદ કરે છે. આજે હવે જ્યારે તબલિગ જમાત પર દેશમાં કોરોના ફેલાવવાનો આરોપ લાગી રહ્યો છે અને જમાતના ક્વોરન્ટાઇન થયેલા ડોક્ટરો સાથે ગેરવર્તણૂક કરી રહ્યાં છે ત્યારે તબલિગ જમાતના પ્રમુખ મહંમદ સાદ પર આંગળી ઊઠી રહી છે. મહંમદ સાદના વિરોધીઓ તો ત્યાં સુધી કહે છે કે, મહંમદ સાદે કોરોનાની ગંભીરતાને સમજીને ૧૩મી માર્ચની મરકઝ મોકૂફ રાખવી જોઇતી હતી. આજે તેમના આ એક ખોટા નિર્ણયને કારણે આખા દેશમાં તબલિગ જમાતનું નામ ખરાબ થઇ રહ્યું છે.