30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર

  • ડબ્લ્યુએસઓના મતે જે દર્દીમાં પ્રથમ સંક્રમણના લક્ષણો દેખાયા નહીં તેમને અસિમ્પ્ટોમેટિક કહે છે
  • વિશ્વમાં અસિમ્પ્ટોમેટિક કેસ સામે આવ્યા, યુવાનોની સંખ્યા સૌથી વધારે

વોશિંગ્ટન/બેઈજીંગ/નવી દિલ્હીઃ. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ચીનમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમા કેટલાક આશ્ચર્યજનક તારણ જોવા મળ્યા છે. આ અહેવાલ પ્રમાણે કોરોના સંક્રમણના જેટલા કેસ પણ સામે આવ્યા છે, તેમાંથી 1-3 ટકા કેસ અસિમ્પ્ટોમેટીક છે. એટલે કે દર્દીને કોરોના સંક્રમણ થયાની જાહેરાત અગાઉ કોઈ જ લક્ષણ જોવા મળ્યા ન હતા. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે બુધવારે પ્રકાશિત તેના રિપોર્ટમાં આવા દર્દીઓની સંખ્યા 30 ટકા દર્શાવી હતી.

ભારતમાં પણ આ પ્રકારના દર્દી, પણ સત્તાવાર આંકડા જાહેર ન કરાયા
યુએસના સેન્ટર ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસીપી)ના મતે અમેરિકામાં એવા 20 ટકા કેસ સામે આવ્યા છે. સીએનએન, ફોર્બ્સ અને નેચરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે સૌથી વધારે જાપાનમાં 30.80 ટકા, ઈટાલીમાં 30 ટકા, ઈરાનમાં 20 ટકા, સ્પેનમાં 27 ટકા અને જર્મનીમાં 18 ટકા પોઝિટિવ કેસ અસિમ્પ્ટોમેટિક છે. આ સંક્રમિતોમાં સૌથી વધારે યુવાન છે.
ભારતમાં આ પ્રકારના અનેક એસેમ્પ્ટોમેટિક કેસ સામે આવી ચુક્યા છે. જોકે, અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી આવા આંકડાને લગતી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

અસિમ્પ્ટોમેટિક કેસમાં લક્ષણ નજર આવતા ત્રણ સપ્તાહ લાગે છે

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ પ્રમાણે હુબેઈ પ્રાંતમાં કોરોનાના 90 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. ફેબ્રુઆરીના અંત ભાગમાં તેના આશરે 43 હજાર લોકોમાં કોરોનાના લક્ષણો સામે આવ્યા હતા. આ પૈકી 20 હજાર લોકો પોઝિટિવ આવ્યા હતા. આ લોકોમાં બેથી ત્રણ સપ્તાહમાં લક્ષણ દેખાવાની શરૂઆત થાય છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ્ય દેખાઈ રહ્યા હતા અથવા તો મામુલી મુશ્કેલી જણાતી હતી. આ જ કારણથી સંદિગ્ધોને 14 દિવસ સુધી ક્વોરન્ટીન પીરિયડમાં રાખવામાં આવે છે.

સાઉથ કોરિયાએ તમામ શંકાસ્પદ માનીને ટેસ્ટ કર્યાં

સાઉથ કોરિયામાં અત્યાર સુધીમાં 9 હજાર સંક્રમિત જોવા મળ્યા છે. 5 કરોડની વસ્તીવાળા દેશમાં આશરે 4 લાખ ટેસ્ટ થઈ ગયા છે. સાઉથ કોરિયાની સરકારે પણ શંકાસ્પદ માની ટેસ્ટ કર્યા છે. એટલે કે જેમનામાં લક્ષણની તપાસ કરી છે અને જેમની નથી થતી તેમનો પણ સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે અહીં 20 ટકા લોકો પોઝિટિવ મળ્યા છે. જેમાં પહેલાથી જ કોઈ લક્ષણ ન હતા. યુએસ, બ્રિટન અને ઈટાલીમાં તો જે લોકોમાં લક્ષણ નથી તેમના ટેસ્ટ કરવામાં આવતા નથી. નિષ્ણાતોએ આ અહેવાલને ટાંકી કહ્યું છે કે તેને લીધે અમેરિકા, ઈટાલી અને બ્રિટન જેવા દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.

શું છે અસિમ્પ્ટોમેટિક?

સામાન્ય રીતે સંક્રમિત વ્યક્તિ બેથી ત્રણ દિવસની અંદર કોવિડ-19ના લક્ષણ દેખાય છે. જેમ કે તાવ આવવો, ફ્લુ થવો, ઠંડી લાગવી, શરીરમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી. ત્રણથી પાંચ દિવસમાં આ લક્ષણ થોડા વધી જાય છે. પાંચથી 10 દિવસમાં મુશ્કેલી પડવા લાગે છે. ન્યુમોનિયાના લક્ષણ દેખાય છે. પણ જે અસિમ્પ્ટોમેટિક એટલે કે લક્ષણ વગર હોય છે તેમા સંક્રમણ થયા બાદ પણ એટલા જલ્દીથી લક્ષણ દેખાતા નથી. તાવ પણ આવતો નથી. જો તાવ આવે છે તો તે પણ ખૂબ જ ઓછો આવે છે. શરદી થતી નથી. આ પ્રકારના લોકોને કોવિડ-19ના લક્ષણ સામે આવતા બેથી ત્રણ સપ્તાહનો સમય લાગે છે

લક્ષણ વાળા સંક્રમિતોથી વાઈરસ ફેલાવાનુ વધારે જોખમ

રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રો. બીએલ શેરવાલે જણાવ્યું હતું કે કોઈ પણ લક્ષણવાળા સંક્રમિત દર્દીને વધારે જોખમ હોય છે. એટલે કે તેને પોતાને પણ આ અંગે ખબર હોતી નથી તે સંક્રમિત છે. આ સંજોગોમાં તે લોકોને મળતો રહે છે. ઘરમાં આરામથી રહે છે. તેને લીધે અન્ય લોકોમાં પણ સંક્રમણ વ્યાપક પ્રમાણમાં ફેલાય છે. આ પ્રકારના કેસ સૌથી વધારે યુવાનોમાં હોય છે. કારણ કે યુવાનોની ઈમ્યુન સિસ્ટમ વૃદ્ધો અને બાળકોથી સારી હોય છે. માટે જ્યારે વાઈરસ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઈમ્યુન તેની સામે લડે છે. તેના લક્ષણ દેખાવામાં સમય લાગે છે.