મેલેરિયાવાળી દવા ના આપવા પર ટ્રમ્પે ભારતને જોઇ લેવાની આપી ધમકી

મેલેરિયાવાળી દવા ના આપવા પર ટ્રમ્પે ભારતને જોઇ લેવાની આપી ધમકી

કોરોના વાયરસના કહેરથી બેહાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપી દીધા છે કે જો ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquine)દવાની નિકાસ પરથી પ્રતિબંધ હટ્યો નહીં તો તેઓ જવાબી કાર્યવાહી કરી શકે છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં કરાઇ રહ્યો છે. આની પહેલાં ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ દવા માટે મદદ માંગી હતી.

વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકાની સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે અને હું સમજું છું કે એ વાતનું કોઇ કારણ નથી કે ભારત અમેરિકન દવાના ઓર્ડર પરથી પ્રતિબંધ હટાવશે નહીં. ટ્રમ્પે કહ્યું કે મેં એ કયારેય સાંભળ્યું નથી કે આ તેમનો (પીએમ મોદી) નિર્ણય હતો. હું જાણું છું કે તેમણે આ દવાની બીજા દેશોમાં નિકાસ માટે પ્રતિબંધ મૂકયો છે. મેં ગઇકાલે તેમની સાથે વાત કરી હતી. અમારી વાતચીત ખૂબ સારી રહી. ભારતે અમેરિકાની સાથો ખૂબ સારો વ્યવહાર કર્યો છે.

ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદીની સાથે તાજેતરમાં ફોન કોલ દરમ્યાન ભારતીય વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ આ દવાને અમેરિકાને આપવા પર વિચાર કરશે. ટ્રમ્પે કહ્યું મને એ વાતનું આશ્ચર્ય નહીં થાય કે આ નિર્ણય અંગે તેમણે મને જણાવવું પડશે જેના અંગે અમે રવિવાર સવારે વાતચીત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે જો તમે અમને દવા આપવાનો નિર્ણય કરશો તો અમે વખાણ કરીશું. પરંતુ જો તેઓ દવા અમેરિકાને આપવાની મંજૂરી આપતા નથી તો ઠીક છે પરંતુ ચોક્કસ જવાબી કાર્યવાહી થઇ શકે છે અને શું આમ ના થવું જોઇએ?

આપણે જવાબી કાર્યવાહી કરી શકીએ છીએ: ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે સારા વ્યાપારિક સંબંધ છે અને સંકેત આપી દીધા છે કે જો ભારતે દવાની નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો નથી તો અમે જવાબી કાર્યવાહી કરી શકીએ છીએ. આની પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને કોરોના સામે લડવા માટે સહયોગની માંગણી કરી હતી. મેલેરિયા જેવી ખતરનાક બીમારી સામે લડવામાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન ખૂબ જ કારગર નીવડી છે.

કેમ જરૂરી છે હાઇડ્રોક્સીક્લોરોક્વીન?

આપને જણાવી દઇએ કે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા કોરોના વાયરસ સામે લડવામાં મદદરૂપ છે અને આ દવા દુનિયામાં સૌથી વધુ ભારતમાં જ બને છે. પરંતુ ભારતમાં વધતા કોરોના વાયરસના સંકટને જોતા સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતીય દવા કંપનીઓ મોટાપાયે હાઇડ્રોક્સીક્લોરોક્વીનનું ઉત્પાદન કરે છે. મેલેરિયા જેવી ખતરનાક બીમારી સામે લડવામાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન ખૂબ જ કારગર દવા છે. ભારતમાં દરવર્ષે મોટી સંખ્યામાં લોકો મેલેરિયાની ઝપટમાં આવ્યા છે આથી ભારતીય દવા કંપનીઓ મોટાપાયે તેનું ઉત્પાદન કરે છે. ભારતીય કંપનીઓએ સરકાર પાસે દવા માટે કાચો માલ એર લિફ્ટ કરાવાની માંગણી કરી છે.

ચીનથી નીકળેલા કોરોના વાયરસનો કહેર ધીમે-ધીમે દુનિયાભર છવાઇ ગયો છે. જેમાં અમેરિકા સૌથી મોટો શિકાર થયો. અમેરિકામાં સાડા ત્રણ લાખથી વધુ લોકો કોરોના વાયરસની ઝપટમાં છે. જ્યારે 10 હજારથી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂકયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે અમેરિકામાં વેન્ટિલેટર્સ અને હોસ્પિટલમાં બેડની અછત છે.