આ છે PM મોદીનું 3 મે વાળું ગણિત, નહીં તો 30 એપ્રિલ સુધી જ હોત લોકડાઉન!

આ છે PM મોદીનું 3 મે વાળું ગણિત, નહીં તો 30 એપ્રિલ સુધી જ હોત લોકડાઉન!

કોરોના સંકટના લીધે દેશમાં લોકડાઉનનો સમયગાળો વધારીને 3મે સુધી કરી દેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પહેલાં કેટલીય રાજ્ય સરકારોએ પોતાના ત્યાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું હતું, પરંતુ કેન્દ્ર એ આખા દેશમાં 3 મે સુધી લોકડાઉનને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે બધાના મનમાં પ્રશ્ન એ છે કે આખરે લોકડાઉનને 3 મે સુધી કેમ વધારી દેવાયું છે.

જો કે એક મેના રોજ જાહેર રજા છે. બે મેના રોજ શનિવાર અને ત્રણ મે ના રોજ રવિવાર છે. આથી કેન્દ્ર સરકારે લોકડાઉનને ત્રણ મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાની અપીલ કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે રજાને જોતા તેને 3 મે સુધી વધારી દીધું છે.

સરકારી સૂત્રોનું કહેવું છે કે ત્રણ દિવસની રજાના લીધે લોકો મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર નીકળશે અને સોશિયલ ડિસ્ટેંસિંગને લઇ મુશ્કેલી આવશે. તેના લીધે લોકડાઉનને 3 મે સુધી વધારી દીધું છે.

કયા રાજ્યોએ વધાર્યું હતું લોકડાઉન

સૌથી પહેલાં ઓરિસ્સાએ લોકડાઉન 30મી એપ્રિલ સુધી વધાર્યું હતું. પછી પંજાબે 1 મે સુધી, મહારાષ્ટ્ર એ 30 એપ્રિલ, તેલંગાણાએ 30 એપ્રિલ, રાજસ્થાને 30 એપ્રિલ, કર્ણાટકે બે સપ્તાહ સુધી, પશ્ચિમ બંગાળે 30 એપ્રિલ અને તામિલનાડુએ 30 એપ્રિલ સુધી વધાર્યું. આ સિવાય પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને મેઘાલય પણ લોકડાઉનની મર્યાદાને 30 એપ્રિલ સુધી વધારી ચૂકયા છે.

શું કહ્યું પીએમ મોદીએ?

દેશને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામના સૂચનો છે કે લોકડાઉન વધારવામાં આવે. કેટલાંય રાજ્યોએ પહેલેથી જ લોકડાઉનને વધારવાનો નિર્ણય કરી લીધો છે. તમામના સૂચનોને ધ્યાનમાં રાખતા એ નક્કી કરાયું કે ભારતમાં લોકડાઉનને 3 મે સુધી વધુ વધારાશે. એટલે કે 3 મે સુધી તમામને દરેક દેશવાસીઓને લોકડાઉનમાં જ રહેવું પડશે.