હવે કોરોનાગ્રસ્ત દર્દીઓને અપાશે એઇડ્સની સારવારની દવાનું મિશ્રણ, પરંતુ તેના પહેલા કરાશે આ કામ

હવે કોરોનાગ્રસ્ત દર્દીઓને અપાશે એઇડ્સની સારવારની દવાનું મિશ્રણ, પરંતુ તેના પહેલા કરાશે આ કામ

એચઆઇવી પોઝિટિવ એટલે કે એઇડ્સના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી લોપિનાવિર અને રીટનવિરના ડોઝના મિશ્રણને કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ મંજૂરી આપી છે. આ માટે આઈસીએમઆર દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના દર્દીઓની સારવાર માટે આ દવાઓના મિશ્રણનો હળવો ડોઝ આપી શકાય છે. જેથી દર્દીઓના શરીરના અવયવોને ચેપમુક્ત કરવામાં મદદ મળશે.

કોરોના ના દર્દીઓની સંભવિત સારવાર માટે આ એક જ દવા નથી ICMR દ્વારા ડઝન જેટલી અન્ય દવાઓના ઉપયોગ પર પણ વિચારણા ચાલી રહી છે જેમાં ઈબોલાની સારવારમાં વપરાતી રેમડિક્સિવિર, રક્તપિત્તના દર્દીઓની સારવારમાં વપરાતી માઈક્રોબેક્ટેરિયમ-ડબલ્યુની દવાઓ છે.

આ ઉપરાંત નશો છોડાવવા માટે વપરાતી દવા અને હૃદય તથા અન્ય ચેપી રોગની સારવાર માટે વપરાતી દવાઓના ઉપયોગ અંગે વિચારણા ચાલી રહી છે. આમાંથી કેટલીક દવાઓનો ઉપયોગ ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન થઇ રહ્યો છે. જોકે ICMRનું માનવું છે કે કોરોનાની સારવાર માટે હજુ સુધી ચોક્કસ દવા શોધાઇ નથી કે જેની ભલામણ કરી શકાય.

એડ્સના દર્દીઓની સારવારમાં વપરાતી દવાઓ ના મિશ્રણ ના રોજ નો ઉપયોગ કોરોનાના દર્દીઓ માટે કરવા અંગે આઈસીએમઆરનું કહેવું છે કે સાર્સ કોરોના વાયરસ અને MERS કોરોના વાયરસના દર્દીઓની સારવારના અભ્યાસ બાદ આ દવાઓના મિશ્રણનો ડોઝ આપવા અંગે નિર્ણય લેવાયો છે.

આ અંગે પુણેમાં સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી દ્વારા ગહન અભ્યાસ કરાયો છે. આ દવાના મિશ્રણના ડોઝનો ઉપયોગ કરતા પહેલા હોસ્પિટલે દર્દીની મંજૂરી મેળવવી ફ્રજિયાત છે. આ દર્દીની સારવાર દરમિયાન તેના ક્લિનિકલ લેબોરેટરી રીપોર્ટ પર સલામતીના ભાગરૂપે સતત નજર રાખવાની રહેશે.