ગ્લોબલ વોર્મિંગ ચાલુ રહેશે તો આગામી એક સદીમાં હિંદ મહાસાગર વિનાશ વેરવા લાગશે

ગ્લોબલ વોર્મિંગ ચાલુ રહેશે તો આગામી એક સદીમાં હિંદ મહાસાગર વિનાશ વેરવા લાગશે

હજુ એક તરફ કોરોનાનું સંકટ જતું નથી, ત્યાં હવામાનમાં સંકટ આવી રહ્યાનું સંશોધન થયું છે. એમ કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં હિંદ મહાસાગરમાં અલ નિનો જેવી જ ઘટનાઓ આકાર લેતી હતી. જો કે હાલમાં તો હિંદ મહાસાગર એવો શાંત છે કે તેની હવામાન ઉપર ખાસ કોઈ અસર નથી, એમ છતાં જો ગ્લોબલ વોર્મિંગ ચાલતું જ રહેશે તો ૨૧૦૦ની સાલ સુધીમાં હિંદ મહાસાગર વિનાશ વેરતો થઇ જશે. બદલાતા હિંદ મહાસાગરને કારણે પૂર, વાવાઝોડાં અને દુકાળ જેવી હવામાનની આકરી આપત્તિઓ દુનિયાને ધમરોળતી રહેશે.   અત્યારે તો હવામાન ઉપર અસર કરે એવી બે ઘટનાઓથી આપણે પરિચિત છીએ : એક અલ નિનો અને બીજી લા નિનો. એમ પણ એ પેસિફ્કિ સમુદ્રની ઘટનાની અસર આખી દુનિયાના હવામાન પર પડે છે. અલ નિનો એ ટ્રોપિકલ પેસિફ્કિમાં દર બેથી ૭ વર્ષે પેદા થાય છે અને તેને કારણે તાપમાન, પવન અને વરસાદમાં ખલેલ પેદા થાય છે.

જો માનવી નહીં સુધરે તો ૨૧૦૦નો વિનાશ ૫૦ વર્ષ વહેલો સર્જાશે

હવામાનશાસ્ત્રીઓ કહે છે કે હિંદ મહાસાગરમાં એવી જ નવી ઘટના આકાર લેશે, જે વધુ વિનાશક આપત્તિ પેદા કરશે. વિજ્ઞાનીઓએ કમ્પ્યૂટર સિમ્યુલેશન્સથી એવું તારણ કાઢયું છે કે ૨૧૦૦ સુધીમાં આ ઘટના પેદા થશે, પરંતુ જો ગ્લોબલ વોર્મિંગ ચાલુ રહેશે તો એ સ્થિતિ ૨૦૫૦માં જ પેદા થઈ જશે.જો માનવી ગ્રીન હાઉસ ઉત્સર્જનને નહીં ઘટાડે તો સદીના બીજા ભાગમાં શું સ્થિતિ પેદા થશે તેની સંભાવના પર ક્લાઇમેટ મોડેલોએ તેના તારણ કાઢયા હતા.

૨૦ હજાર વર્ષ પહેલાં હિંદ મહાસાગરમાં રચાયેલા ઔઅલ નિનો જેવી ઘટનાના પુરાવા મળ્યા

વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગ ચાલુ રહેશે એવી સંભાવનાથી વિશ્લેષણ કરતાં હિંદ મહાસાગરની જળ સપાટીના તાપમાનમાં ૨૦,૦૦૦ વર્ષ પહેલાં થતા એવો ભારે ઉતારચઢાવ પેદા થશે. ઓસ્ટિનમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ ૨૦૧૯માં થયેલા સંશોધન પર આધારિત છે. એ સંશોધનમાં જ્યારે પૃથ્વી હિમયુગમાં ખૂબ જ ઠંડી હતી, એ વખતે ૨૧,૦૦૦ વર્ષ પહેલાં ર્હ્લંઇAMTS તરીકે જાણીતા સૂક્ષ્મ સમુદ્રી જીવના કોચલામાં હિંદ મહાસાગરના અલ નિનોના પુરાવા મળ્યા હતા.

ભૂતકાળનું હિંદ મહાસાગરમાં પુનરાવર્તન

યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઇન્સ્ટિટયૂટ ખાતેના હવામાન વિજ્ઞાની પેડ્રો ડિનેઝીઓ કહે છે કે, અમારા સંશોધનો દર્શાવે છે કે સરેરાશ વૈશ્વિક તાપમાનમાં થોડી ડિગ્રીના વધારા કે ઘટાડાથી હિંદ મહાસાગરમાં ટ્રોપિકલ સમુદ્ર જેવી જ ઘટનાઓ પેદા થશે અને તેને કારણે હવામાનમાં ઘણો ફેરફર આવશે અને હિંદ મહાસાગરમાં અલ નિનો જેવું આત્યંતિક પરિબળ પેદા થશે.  સદીના ઉત્તરાર્ધમાં ક્લાઇમેટ ચેન્જ કેવું હશે તે જાણવા રચાયું મોડેલ હાલના અભ્યાસમાં ડિનેઝીઓ અને તેમની ટીમે વધતા જતા તાપમાન વચ્ચે હિંદ મહાસાગરમાં અલ નિનો જેવી ઘટના પેદા થાય તો શું થઈ શકે એ જાણવા માટે ક્લાઇમેટ સિમ્યુલેશન્સનો ઉપયોગ કર્યો હતો. આ સંશોધક ટીમે સદીના બીજા ભાગમાં ક્લાઇમેટ ચેન્જ કેવું હશે, તે જાણવા માટે મોડેલ રચ્યું હતું. એ સિમ્યુલેશનમાં ગ્લોબલ વોર્મિંગનો ટ્રેન્ડ ઉમેરતાં ટીમને જણાયું હતું કે, ૨૧૦૦ની સાલ સુધીમાં હિંદ મહાસાગરમાં અલ નિનો પેદા થાય એમ છે. જો ક્લાઇમેટ ચેન્જને માનવજાત અગવણતી રહેશે તો એ સ્થિતિ ૨૦૫૦માં જ પેદા થઈ જશે.

અલ નિનો અને લા નિનો શું છે?

  1. અલ નિનો

પેસિફ્કિ સમુદ્રના મધ્ય, પૂર્વ ટ્રોપિકલ વિસ્તારમાં સમુદ્રની જળ સપાટીનું તાપમાન સરેરાશ કરતાં વધુ રહે છે, જેને કારણે ઇન્ડોનેશિયામાં વરસાદ ઘટે છે, જ્યારે ટ્રોપિકલ પેસિફ્કિ સમુદ્ર વિસ્તારમાં વરસાદ વધે છે. નીચલી સપાટીએ પવન સામાન્ય રીતે વિષુવવૃત્તની આસપાસ પૂર્વથી પશ્ચિમમાં ફૂંકાતા હોય છે, તેને બદલે તે ક્યાં તો નબળા પડે અથવા ક્યારેક તો પશ્ચિમથી પૂર્વ એમ અવળી દિશામાં પણ ફૂંકાતા થઈ જાય.

  1. લા નિનો

પેસિફ્કિ સમુદ્રના મધ્ય અને પૂર્વ ટ્રોપિકલ વિસ્તારમાં સમુદ્રની જળ સપાટીનું તાપમાન સરેરાશ કરતાં ઘટે છે, જેને કારણે ઇન્ડોનેશિયામાં વરસાદ વધે અને જ્યારે ટ્રોપિકલ પેસિફિક સમુદ્ર વિસ્તારમાં વરસાદ ઘટે છે. સામાન્ય રીતે પૂર્વ તરફ ફૂંકાતા પવન વિષુવવૃત્ત વિસ્તારમાં વધુ શક્તિશાળી બને છે.

હિંદ મહાસાગરની ભૂમિકા મહત્ત્વની થશે  

ડિનેઝીઓએ વધુમાં જણાવ્યું કે, ગ્રીન હાઉસ વોર્મિંગને કારણે આપણે આજે કે ૨૦મી સદીમાં પૃથ્વીને જેવી જોઈએ છીએ, એના કરતાં પૃથ્વી સાવ જુદી જ હશે. તદ્દન તાજા તારણો એ સંભાવના પેદા કરે છે કે આજે હિંદ મહાસાગરના હવામાનમાં બદલાવમાં જે ભૂમિકા ભજવે છે, તેના કરતાં તે વધુ શક્તિશાળી ભૂમિકા ભજવવાની તેની ક્ષમતા છે.

હાલના દરે ગ્રીન હાઉસનું ઉત્સર્જન ચાલુ રહેશે તો ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા જેવા દેશો માટે હવામાન વિનાશક બની રહેશે

નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફ્યિરિક એડમિનિસ્ટ્રેશન ખાતે ફિઝિકલ ઓસનોગ્રાફ્રમિશેલ મેકફેદન નોંધે છે કે માનવજાતે કરેલા હવામાનના ફેરફારો ઘણી વસતી માટે ભારે વિનાશક નીવડી શકે. તેમણે કહ્યું કે, જો ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન હાલની માત્રામાં થતું રહે તો સદીના અંત સુધીમાં હવામાનની આત્યંતિક ઘટનાઓ ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા જેવા હિંદ મહાસાગરથી ઘેરાયેલા દેશોમાં ખૂબ જ તીવ્રતા સાથે ત્રાટકશે. એ વિસ્તારના ઘણા વિકસિત દેશોને માથે આધુનિક હવામાનમાં આ પ્રકારની આત્યંતિક ઘટનાઓનું જોખમ વધશે.

વધતા જતા તાપમાનથી પવનની દિશા વારંવાર બદલાશે, જે હિંદ મહાસાગરને વધુ અસ્થિર કરશે

પવન પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાતા હોવાને કારણે હિંદ મહાસાગરમાં હાલમાં હવામાનમાં ફેરફાર બહુ નજીવો હોય છે. પરંતુ મોડેલો એવું સૂચવે છે કે, વધતા જતા તાપમાનને કારણે પવનના પ્રવાહને પલટાવી નાંખી શકે અને તે સમુદ્રને અસ્થિર કરી શકે અને તેને કારણે પેસિફ્કિ સમુદ્રમાં જોવા મળતી અલ નિનો અને લા નિનો જેવી ગરમ અને ઠંડા હવામાનની અસર પેદા કરશે.

હાલનો હિંદ મહાસાગર તો અસામાન્ય ગણાય

હિમયુગના સમયે હિંદ મહાસાગરમાં અલ નિનોની ઘટના ઘટી હોવાના પુરાવા જેમણે શોધી કાઢયા હતા એ સંશોધનનું નેતૃત્વ કરનારા સહલેખક કૌસ્તુભ થિરુમલાઈએ જણાવ્યું હતું કે, જે રીતે વૈશ્વિક તાપમાન અસર કરે છે એ જ રીતે ભૂતકાળમાં હિંદ મહાસાગરમાં સમુદ્રના કરન્ટ પર અને પવન પર ગ્લેશિયલ સ્થિતિ પણ અસર કરે છે. યુનિવર્સિટી ઓફ એરિઝોના ખાતેના આસિસ્ટન્ટ પ્રોફેસર થિરૂમલાઈ કહે છે કે, આનો આર્થ એમ થાય કે હાલમાં હિંદ મહાસાગર છે, તે અસામાન્ય ઘટના છે.