કોરોના સંકટને જોતા 17 મે બાદ પણ લોકડાઉન વધવાની શકયતા!

કોરોના સંકટને જોતા 17 મે બાદ પણ લોકડાઉન વધવાની શકયતા!

કોરોના સંકટ વચ્ચે દેશમાં 17 મે સુધી લોકડાઉન લાગૂ છે અને તેને આગળ લઇ જવાના સંકેતો મળી રહ્યા છે. દરમ્યાન સૂત્રોના હવાલેથી મળતી માહિતી પ્રમાણે 17 મે પછી પણ લોકડાઉન લંબાવી શકે છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાને લોકડાઉન આગળ કેવા રૂપમાં હશે તેના માટે બધા રાજ્યો પાસેથી 15 મે સુધીમાં સૂચનો મંગાવ્યા છે. જો કે મીટિંગ દરમ્યાન મોટાભાગના રાજ્યોએ લોકડાઉનમાં વધારો કરવાની માંગણી કરી હતી. આ સમય દરમ્યાન રાજ્યોએ જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ રેડ ઝોનની જગ્યાએ કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવા જોઈએ અને બાકીના જિલ્લાના બાકી ભાગમાં ગતિવિધિઓ શરૂ કરવી જોઈએ.

આ સમય દરમ્યાન સૂચવવામાં આવ્યું હતું કે નિયમિત ટ્રેનોને બદલે શોર્ટ સ્ટોપવાળી ટ્રેનો દોડાવવામાં આવે. બેઠક દરમ્યાન પીએમ મોદીએ કહ્યું હતું કે પર્યટક ભારતની તરફ આવી શકે છે. આથી કોરોના મુક્ત રાજ્ય એ બાબતની તૈયારી કરો, કારણ કે દેશમાં ટુરિઝમની અસીમ સંભાવનાઓ છે.

પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે ઇન્ફ્રા અને પર્યટનના આકર્ષણો પર ભાર મૂકો. તેમણે કહ્યું કે પ્રવાસી મજૂરોની ઘર વાપસીના લીધે શ્રમિકોની અછત રાજ્યોને ચોક્કસ પડશે, જ્યાંથી તેઓ જઇ રહ્યા છે પરંતુ જ્યાં જઇ રહ્યા છે એ રાજ્યોને પણ પરેશાની થશે. પરંતુ એક વખત લોકોએ ઘર જવાનું મન બનાવી લીધું છે તો તેમણે આવતા 10 દિવસમાં તેમના ઘર પહોંચાડી દેવામાં આવે. તેમણે કહ્યું કે આ તમામની તપાસ થવી જોઈએ. જે સંક્રમિત જોવા મળે તેમની સારવાર કરાશે.

પીએમ મોદીએ કહ્યું કે અમને ખબર છે કે તેનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થશે, પરંતુ તેનાથી દેશને કોરોના મુક્ત બનાવવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે કેન્દ્ર કામદારોના ભાવિ માટે રાજ્યની નીતિ અને વ્યવસ્થા બનાવવામાં પણ મદદ કરશે. દરેક રાજ્યોએ આર્થિક ગતિવિધિ વધારવા માટે તૈયાર રહેવું જોઈએ. વડા ધાને રાજ્યોને ઉદ્યોગ અને શ્રમ કાયદાઓને સરળ બનાવવા જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે દરેક રાજ્યમાં આર્થિક ક્ષેત્રની સંભાવનાઓ છે અને આ સંદર્ભે રાજ્યની નીતિ બનાવીને કેન્દ્રને મોકલે. સાથો સાથ પીએમે કહ્યું કે મોટી કંપનીઓની વિદેશથી આવવાની અપાર સંભાવનાઓ છે.