માથાની જુ મારવાની દવાએ કોરોના વાયરસને માર્યો, અમેરિકામાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ

માથાની જુ મારવાની દવાએ કોરોના વાયરસને માર્યો, અમેરિકામાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ

અમેરિકામાં કોરોના વાયરસને ખત્મ કરવા માટે એક એવી દવાનો ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયો છે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. આ દવાથી વાળમાં રહેલી જુ મારવામાં આવે છે. ઘણા સમયથી ડૉક્ટરો આ દવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે આનાથી કોરોનાની સારવાર શક્ય છે. તો હવે અમેરિકામાં આનો ક્લિનિકલ ટ્રાયલ શરુ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા બગદાદ યૂનિવર્સિટીએ પણ આનો ક્લિનિકલ ટ્રાયલ 5 મેથી શરૂ કર્યો હતો.

ત્રણેય દવાઓનું કૉમ્બિનેશન અને તેની અસર જોવામાં આવશે

આ દવાનું નામ છે આઇવરમેક્ટિન. આ દવાને ગત મહિને અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ લેબમાં તપાસમાં સફળ ગણાવી. એટલે કે આ દવાએ લેબમાં કોરોના વાયરસને મારી દીધો હતો. અમેરિકાનાં ડૉક્ટરોનું કહેવું છે કે આ દવા સાથે એજિથ્રોમાઇસિન, કૈમોસ્ટેટ મીસાઇલેટનો પણ ટ્રાયલ થશે. જે વધારે કારગર થશે તેને આગળ વધારવામાં આવશે. અમેરિકાની કેંટકી યૂનિવર્સિટી કૉલેજ ઑફ મેડિસિનની સાયન્ટિસ્ટ અને આ ટ્રાયલનું નેતૃત્વ કરનારી ડૉ. સુસૈન ઑર્નાલ્ડે કહ્યું કે અત્યાર સુધી કોઈ દવા એવી નથી બની જે કોરોના વાયરસને ખત્મ કરી દે. ના એની કોઈ વેક્સિન બની છે. આ કારણે અમે ત્રણેય દવાઓનું કૉમ્બિનેશન અને તેની અસરને જોવા ઇચ્છીએ છીએ.

50 દર્દીઓ પર ટ્રાયલ ચાલી રહ્યો છે

આ પહેલા 5 મેનાં ઇરાકમાં બગદાદ યૂનિવર્સિટીએ પણ આઇવરમેક્ટીન દવાનો ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યો હતો. અહીં પર આઇવરમેક્ટીન 0.2થી લગભગ 50 દર્દીઓ પર ટ્રાયલ ચાલી રહ્યો છે. આ ટ્રાયલ ઑગષ્ટ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયામાં રૉયલ મેલબર્ન હૉસ્પિટલ અને વિક્ટોરિયન ઇન્ફેક્શિયસ ડિસીઝ રેફરન્સ લેબોરેટરીનાં વૈજ્ઞાનિકોએ આઇવરમેક્ટીન પર સ્ટડી કરી હતી. આ સ્ટડી ગત મહિને આવી હતી. આમાં કહેવામાં આવ્યું હતુ કે કોરોના વાયરસને મારવામાં આ દવા સક્ષમ છે.

24 કલાકમાં આ કોરોના વાયરસને સંપૂર્ણ રીતે ખત્મ કરી દે છે

ઑસ્ટ્રેલિયાની સ્ટડીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતુ કે આઇવરમેક્ટીન દવાથી 48 કલાકની અંદર કોરોના વાયરસ મરી જાય છે. વૈજ્ઞાનિકોએ લેબમાં કોરોના વાયરસ ઉપર આ દવા નાંખી અને પછી ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. લેબમાં સામે આવ્યું કે પહેલા 24 કલાકમાં વાયરસની સંખ્યા ઓછી થઈ જાય છે. આગામી 24 કલાકમાં આ કોરોના વાયરસને સંપૂર્ણ રીતે ખત્મ કરી દે છે. આ વાત અમેરિકાની લેબમાં પણ સામે આવી ચુકી છે. હવે ક્લિનિકલ ટ્રાયલ બાદ શું પરિણામ આવે છે એ જાણવું જરૂરી છે.