ગુજરાતમાં મારી સરકાર આવશે તો દારૂબંધી હટાવીશ, દારૂ પીવા દિવ-દમણ કે આબુ જવું નહીં પડે: શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં મારી સરકાર આવશે તો દારૂબંધી હટાવીશ, દારૂ પીવા દિવ-દમણ કે આબુ જવું નહીં પડે: શંકરસિંહ વાઘેલા

અમદાવાદ. NCPના નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે, ગુજરાતમાં દારુબંધી એ એક નાટક છે. ગુજરાતની સાડા છ કરોડ પ્રજામાંથી કદાચ ચાર કરોડ લોકો એવું ઇચ્છતા હશે કે આવી દારુબંધીની ઢોંગી નીતિ બદલાવી જોઇએ એવું હું માનુ છું. જો મારી સરકાર આવશે તો સૌથી પહેલું કામ દારૂબંધીની આ ઢોંગી નીતિને તોડવાનું કરીશ. 100 દિવસમાં કાયદો થશે અને કાયદો એવો થશે કે લોકોએ દારૂ પીવા દિવ-દમણ, આબુ, ગોવા, મુંબઇ કે રાજસ્થાન જવાની જરૂર નહી પડે.

https://help.twitter.com/en/twitter-for-websites-ads-info-and-privacy