ગર્ભવતી હાથણીનાં મોતને લઇ પોસ્ટમોર્ટમમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો

ગર્ભવતી હાથણીનાં મોતને લઇ પોસ્ટમોર્ટમમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો

કેરળના પલક્કડમાં વિસ્ફોટકથી ભરેલું અનાનસ ખાધા બાદ હાથિણીના મોત પર આખા દેશમાં આક્રોશ છે. હાથિણીની સાથે અમાનવીયતા પર લોકોએ માત્ર સંવેદનાઓ જ વ્યકત કરી નથી પરંતુ આરોપીઓની વિરૂદ્ધ ઝડપથી કાર્યવાહી માટે દબાણ પણ બન્યું છે. ઘણા બધા લોકોએ હાથિણીની સાથે આવી ક્રૂર હરકત કરનારાઓને ફાંસીની સજાની માંગણી કરી છે. માનવ vs વન્ય પ્રાણી બની ચૂકેલા આ કેસમાં વધુ એક ભયાનક વાત સામે આવી છે.

હાથિણીએ મોતના 14 દિવસ પહેલાંથી તેને કંઇ જ ખાધું નહોતું

હાથિણીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ એ જે કહ્યું છે તે ખૂબ જ દર્દનાક છે. હાથિણીના મોમાં વિસ્ફોટ અને જડબા ક્ષતિગ્રસ્ત થતા ખૂબ જ તકલીફમાં તો હતી જ સાથો સાથ પોતાના મોત પહેલાં તેને 14 દિવસથી કંઇ પણ ખાધું નહોતું. પોસ્ટમોર્ટમમાં કહ્યું કે આ દરમ્યાન તે કંઇ પણ ખાઇ-પી શકતી નહોતી. પાણીમાં જતા પહેલાં તે ભૂખ-તરસથી તડપીને તેને ગામમાં કેટલાંય ચક્કર લગાવ્યા હતા. એક અધિકારીએ કહ્યું કે ઘાયલ થતા અને ખૂબ જ તકલીફમાં હોવાના લાધી તેણે કોઇને નુકસાન પહોંચાડ્યું નથી. કોઇ ઘરને કચડ્યું નહીં. આના પરથી ખબર પડે છે કે તે અચ્છાઇઓથી ભરેલી હતી.

હાથિણીના ફેફસાંમાં પાણી ભરાવાથી થયું મોત

હાથિણીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખબર પડે છે કે તે ગર્ભવતી હતી. તેના મોતનું કારણ પણ ફેફસાંમાં પાણી ભરાવાથી થયું છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં કહ્યું કે હાથિણીનું મોત પાણીમાં શ્વાસ લેવાના લીધે ફેફસાંમાં પાણી ભરાવાથી થયું છે. આ સિવાય અનાનસ ખાવાથી થયેલા વિસ્ફોટમાં હાથિણીના જબડા તૂટી ગયા હતા અને તે કંઇપણ ચાવી શકવા માટે અસમર્થ હતી.

હાથિણીના મોત પર રાજકારણ

તો બીજીબાજુ હાથિણીના મોતને લઇ રાજકારણ તેજ થઇ ગયું છે. કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયને આ ઘટના પર દુ:ખ વ્યકત કરતા કહ્યું કે હાથિણીનું મોત પલલક્કડના મન્નારકડમાં થયું છે જ્યારે કેન્દ્રીય મંત્રીઓ સહિત કેટલાંય નેતાઓએ દાવો કર્યો છે કે આ મલપ્પુરમમાં થયું. આ રાજ્યને બદનામ કરવાની કોશિષ છે, જેના કોવિડ-19ની રોકવા માટે કરેલા ઉપાયો પર ચારેયબાજુથી વખાણ થઇ રહ્યા છે.

કોંગ્રેસનો ભાજપ પર આરોપ

સીએમ મોતને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બતાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ અને વન વિભાગ કેસની તપાસ કરી રહ્યું છે. તો કોંગ્રેસે પણ આ કેસને સાંપ્રદાયિક રંગ આપવા પર ભાજપને આડા હાથે લીધું છે. તેમણે કહ્યું કે ભાજપના નેતા જાણીજોઇને આ કેસમાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સાઇલન્ટ વેલી જંગલમાં હાથિણીએ ફટાકડા ભરેલું અનાનસ ખાઇ લીધું હતું. આ તેના મોંમાં ફાટી ગયું અને એક સપ્તાહ બાદ 27મી મેના રોજ તેનું મોત થઇ ગયું.