પાકિસ્તાનના મૌલવીનું ખતરનાક નિવેદન, આપણે ઉંઘીશું તો કોરોના પણ ઉંઘી જશે

પાકિસ્તાનના મૌલવીનું ખતરનાક નિવેદન, આપણે ઉંઘીશું તો કોરોના પણ ઉંઘી જશે

કોરોના વાયરસના સંક્રમણથી દુનિયા આખીના લોકો જીંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યાં છે. કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની હાલત તો અત્યંત ખરાબ છે. પરંતુ પાકિસ્તાનમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટેનું વાતાવરણ બિલકુલ ગંભીર નથી દેખાઈ રહ્યું. તેનું પરિણામ છે કે, કોરોના વાયરસના સંક્રમણને લઈને પાકિસ્તાનના મૌલવી એક પછી એક હંબક નિવેદનો આપી રહ્યાં છે.

પાકિસ્તાનના એક મૌલવીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મૌલવી કહી રહ્યો છે કે, આપણા ડૉક્ટર હંમેશા વધારે ઉંઘવાની સલાહ આપે છે. આપણે જેટલા વધારે ઉંઘીશું કોરોના વાયરસ પણ એટલો જ આરામ કરશે. તે આપણને નુંકશાન નહીં પહોંચાડે. જ્યારે આપણે ઉંઘીએ છીએ ત્યારે કોરોના વાયરસ પણ ઉંઘી જાય છે, અને જ્યારે આપણે મરીએ છીએ તો સાથે સાથે કોરોના વાયરસ પણ મૃત્યું પામે છે. 

આ વીડિયોને  પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતે પોતાના ટ્વિટર હેંડલ પર ટ્વિટ કર્યો હતો. ત્યાર બાદ મૌલવીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયું છે. મૌલવીના આ નિવેદન બાદ લોકો પાકિસ્તાનમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. નિષ્ણાંતોના મતે મૌલવીનું આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનમાં કોરોના વાયરસને નાથવા માટે કેવા પ્રકારના જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. આ અભિયાનમાં વાહિયાત અને નિરર્થક તર્ક વગર કશું જ નથી.

પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 1.35 લાખ નવા કેસ સામે આવ્યા. પાકિસ્તાનમાં શનિવાર સુધીમાં કોરોનાના 1 લાખ 35 હજાર 702 કેસ નોંધાયા છે. તેમાં સિંધ પ્રાંતમાં 51,518 જ્યારે પંજાબ પ્રાંતમાં 50087 કેસ નોંધાઈ ચુક્યા છે.