બોલિવૂડના અભિનેતા અને BJPના પૂર્વ MP પરેશ રાવલનો ભાઈ જુગારી નીકળ્યો, હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ

બોલિવૂડના અભિનેતા અને BJPના પૂર્વ MP પરેશ રાવલનો ભાઈ જુગારી નીકળ્યો, હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ

BJPના પૂર્વ MP પરેશ રાવલના ભાઈનું વિસનગરમાંથી જુગારધામ ઝડપાયું હોવાના અહેવાલે રાજ્યમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે વિસનગર ખાતે મથુરદાસ ક્લબમાં કેટલાક સમયથી ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કરીને 20 જુગારીની ધરપકડ કરી છે. જુગારીઓમાંથી મુખ્ય સંચાલક કિર્તીકુમાર રાવલ અને હિમાંશુ રાવલ ફિલ્મ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદના ભાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. જેમાં હિમાંશુ પરેશ રાવલના સગાભાઈ અને કિર્તીકુમાર ફઈના દિકરા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 20 જુગારીઓ પાસેથી કુલ રૃા. 1,94,103 રોકડા ઝડપી લીધા છે.

વિસનગર શહેરમાં આવેલ મથુરદાસ ક્લબમાં ચાલી રહેલા હાઇપ્રોફાઇલ જુગાર ધામ પર પોલીસે રેડ પાડીને મોટા માથા એવા 20 જુગારીઓને 1,94,૦૦૦ની રોકડ સાથે ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ચાલતું આ જુગાર ધામ ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના સગા ભાઈ હિમાંશુ રાવલ અને ફોઈના દીકરા કિર્તી રાવલ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું બહાર આવતા સમગ્ર જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો.

ક્લબની અંદર અલગ-અલગ ટેબલ પર જુગાર રમી રહેલા જુગારીઓ પાસેથી પોલીસે 16 મોબાઈલ અને 3 વાહનો મળી 6 લાખ 33 હજાર 500નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

હિમાંશુ રાવલ પરેશ રાવલનો સગો ભાઈ છે : તપાસનીશ PSI

છેક સુધી જુગાર ધામની વિગતો આપવામાં ઠાગા ઠૈયા કર્યા બાદ છેક સાંજે જુગાર ધામની તપાસ જે પીએસઆઇને સોપાઈ છે તે વાય. કે. ઝાલાએ જણાવ્યું હતું કે હિમાંશુ રાવલ પરેશ રાવલનો સગો ભાઇ છે અને અન્ય એક પિતરાઈ ભાઈ છે સાથે સાથે તેમણે જુગારની રોકડ અને મુદ્દામાલ અંગે પણ માહિતી આપી હતી.

અમદાવાદ-ગાંધીનગરથી આવતા જુગારીઓને ઈકોમાં લવાતા હતા

વિસનગર, નાના ચિલોડા, અમદાવાદ, પુદ્રાસણ-ગાંધીનગર, વાવોલ-ગાંધીનગર, ગોઝારીયા, રાજકોટ, જોધપુર-અમદાવાદ, સરખેજ-અમદાવાદ, મહેસાણા, ઇસનપુર-અમદાવાદ, મુંબઈ, લાંઘણજ, નવા વાડજ-અમદાવાદ જેમાં અમદાવાદ અને ગાંધીનગર થી બે ઈકો ગાડીમાં બહારથી જુગારીયાઓને જુગાર રમવા વિસનગર લઈ આવ્યા હતા. જે પોલીસે પકડયા તેમાં બે ઇકો ગાડી બહારથી આવી હતી.

મહેસાણા એલસીબીએ આ 20 જુગારીઓને ઝડપ્યા હતા

રાવલ કિર્તી રમણિકલાલ (શાંતિનગર સોસાયટી, વિસનગર). રાવલ હિમાંશુ ડાહ્યાલાલ (શાંતિનગર સોસાયટી, વિસનગર), લાલવાણી નરેન્દ્ર પ્રિતમદાસ (અમનદીપ ફ્લેટ, નાના ચિલોડા), ઠાકોર ભુપતજી જવાનજી (પુન્દ્રાસણ, તા.ગાંધીનગર), ઠાકોર ભરતજી શકુજી (પુન્દ્રાસણ, તા.ગાંધીનગર), પરમાર રમેશ ગણેશભાઇ (વાવોલનડીયા, તા.ગાંધીનગર), પટેલ કેતન ભાયચંદભાઇ (ગોઝારિયા, તા.મહેસાણા), પરમાર કલ્પેશ ગાભાભાઇ (સેક્ટર-13, ગાંધીનગર), વાઢેરપરિમલ બાબુભાઇ (અક્ષર સોસાયટી, ગોઝારિયા), પરીખ નિલેશ જ્યંતિલાલ (સુદર્શન સોસાયટી, અમદાવાદ), કુરેશી મહેબુબમીયાં ભાઇમીયાં (ફતેવાડી, અમદાવાદ), પટેલ કનુ પ્રહલાદભાઇ (લાંઘણજ, તા.મહેસાણા), શાહ રાજુ નંદલાલ (સ્વામિનારાયણ ફ્લેટ, ઇસનપુર)સ, પટેલ બળદેવ મગનભાઇ (લાંઘણજ, તા.મહેસાણા), પરમાર વિનુ ગોકળદાસ (દીપરા દરવાજા, વિસનગર), પરમાર અજય નંદુભાઇ (લાંઘણજ, તા.મહેસાણા), સોની ગીરીશ બાબુભાઇ (નવાવાડજ, અમદાવાદ), પટેલ પ્રવિણ જ્યંતિલાલ (દીપરા દરવાજા, વિસનગર), કોલી ભૈયા પરશુરામ ઉર્ફે કિશન બરખુરામ (વિસનગર), નાયી ભાણજી પશાભાઇ (વિજયનગર સોસાયટી, વિસનગર) વગેરેનો સમાવેશ થાય છે.