દુનિયાનું સૌથી સસ્તુ નેટ ભારતમાં: 1 GBના ચૂકવવા પડે માત્ર 6.7 રૂપિયા, જ્યારે બીજા દેશોમાં…

દુનિયાનું સૌથી સસ્તુ નેટ ભારતમાં: 1 GBના ચૂકવવા પડે માત્ર 6.7 રૂપિયા, જ્યારે બીજા દેશોમાં…

ભારતમાં સૌથી સસ્તુ ઈન્ટરનેટ મળે છે. એવામાં બધી કંપની કોઈને કોઈ ઓફર બહાર પાડતી રહી છે. એ સિવાય વાત કરીએ તો 2018 કરતાં હાલમાં 65 ટકા સસ્તુ ઈન્ટરનેટ મળી રહ્યું છે.

હવે યૂકે બેસ્ડ ફર્મ Cable.co.ukની 2020 વર્લ્ડવાઈડ મીડિયા ડેટા પ્રાઈસિંગ રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં પ્રતિ ગીગાબાઈટ યુઝર્સને માત્ર 6.7 રૂપિયા જ આપવા પડે છે. જે દુનિયાના બાકીના દેશોમાં સૌથી ઓછો ભાવ છે. સર્વેમાં સામે આવ્યું છે કે 2018માં પ્રતિ 1 જીબી ડેટાનો ભાવ લગભગ 18.5 રૂપિયા હતો જે બે વર્ષ બાદ 65 ટકા ઘટી ગયો છે.

યુએસમાં 1 જીબી ડેટાનો ભાવ 8 ડોલર એટલે કે 594 રૂપિયા અને યુકેમાં લગભગ 104 રૂપિયા છે. Cable.co.ukના ક્ન્જ્યૂમર ટેલિકોમ્સ એનાલિસ્ટ ડૈન હોડલે કહ્યું કે, કંપની હવે ગ્રાહકોને પહેલા કરતાં ઘણા વધારે સસ્તા ઈન્ટરનેટ પેક ઓફર કરી રહી છે. અને આવી ઓફરનો મતલબ એવો છે કે, 1 જીબી ડેટાનો ભાવ ઘણો ઓછો થાય.

રિપોર્ટ માટે 3 ફ્રેબુઆરીથી 23 ફ્રેબુઆરી 2020ના 228 અલગ અલગ દેશોમાં 5554 મોબાઈલ ડેટાનો પ્લાન એનેલાઈઝ કરવામાં આવ્યો. સૌથી મોંઘો મોબાઈલ ડેટા સેન્ટ હેલેના આઈલેન્ડમાં છે. ત્યાં 1 જીબી ડેટાની કિમત લગભગ 3,897 રૂપિયા જેટલી છે. તેમજ સૌથી સસ્તા ડેટામાં શ્રીલંકા અને વિયતનામ પણ શામેલ છે. ભારતમાં સૌથી સસ્તા પ્લાન ઓફર કરવામાં આવે છે.