દુનિયા આખી માટે આવ્યા સારા સમાચાર, કોઈ જ દવા વગર HIV વાયરસનો થયો નાશ

દુનિયા આખી માટે આવ્યા સારા સમાચાર, કોઈ જ દવા વગર HIV વાયરસનો થયો નાશ

HIVને અસાધ્ય રોગ માનવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક ઘટનાએ સૌકોઈને આશ્ચર્યમાં મુકી દીધા છે. એક ઘટનામાં માણસના શરીરની ઈમ્યૂન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતાએ આ જીવલેણ વાયરસનો સંપૂર્ણ ખાતમો બોલાવી દીધો હતો. આ ઘટનાથી દુનિયાભરના વૈજ્ઞાનિકો અને તબિબો આશ્ચર્યચકિત છે. કારણ કે HIV એક એવો રોગ છે જેની કોઈ ચોક્કસ અને અસરકારક દવા નથી. દર્દીએ જીંદગી આખી દવા પર જ કાઢવી પડે છે. તેવામાં જો કોઈ વ્યક્તિ જાતમેળે જ ઠીક થઈ જતા સૌકોઈને ચોંકી ઉઠ્યા છે.

26 ઓગસ્ટે સાયન્સ મેગેજીન નેચરમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે આ દર્દીના શરીરમાં HIVના સક્રિય વાયરસ નથી. આનો અર્થ એ થાય છે કે HIVથી સંક્રમિત થયો અને જાતેજ ઠીક થયો છે. જ્યારથી આ કેસ સામે આવ્યો છે ત્યારથી ડોક્ટરોએ શરીરમાં હાજર 1.5 બિલિયન એટલે કે 150 કરોડ કોશિકાઓની તપાસ કરી છે. આ દર્દીને EC2 નામ આપ્યું છે.

આ પહેલા બે વખત HIV ગ્રસ્ત લોકોના શરીરમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ સાજા થઈ ચૂક્યા છે. ત્યારબાદ પણ શરીરમાં HIV વાયરસ શરીરમાં ખૂબ જ ઝડપથી ઓછો થયો હતો. અને પરત ફર્યો ન હતો. બહારની કોઈ મદદ વગર જ શરીરની ઈમ્યૂન સિસ્ટમ આપ મેળે HIV સામે લડીને તેને નષ્ટ કરી દે એવું પહેલીવાર બન્યું છે.

એક અન્ય વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી. જેને EC1 નામ આપવામાં આવ્યું છે. તેના શરીરની 100 કરોડ કોશિકાઓની તપાસ કરવામાં આવી હતી. તેના શરીરમાંથી માત્ર એક સક્રિય વાયરસ મળ્યો હતો. જોકે તે પણ જેનિટિકલી નિષ્ક્રિય છે. આ બંનેના શરીરની જેનિટિક્સ એવું છે જેના કારણે શરીરમાં HIVની સક્રિયતાને ખતમ કરી દે છે.

આટલી તપાસ બાદ વૈજ્ઞાનિકોએ આ બંનેને એલીટ કંટ્રોલર્સ નામ આપ્યું છે. એલીટ કંટ્રોલર્સનો મતલબ છે કે જે લોકોના શરીરમાં HIV છે. પરંતુ સંપૂર્ણ પણે નિષ્ક્રિય એટલે કે એટલી ઓછી માત્રામાં છે જેનાથી દવા વગર પણ સાજા કરી શકે છે. આ લોકોના શરીરમાં HIVના લક્ષણો અથવા તેનાથી થયેલા નુકસાનથી પણ દેખાયા નથી.

કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં HIV ઉપર શોધ કરનાર સત્યા દાંડેકર કહ્યું હતું કે, આ કેટલાક મહિનાઓ કે વર્ષોની વાત દેખાતી નથી. આ ખૂબ જ ઝડપથી વિકસિત થનારી ઈમ્યૂન સિસ્ટમ માલૂમ પડે છે. દુનિયાના 3.50 કરોડ લોકો HIVથી સંક્રમિત છે. જેમાં 99.50 ટકા દર્દીઓ છે જેમને રોજ એન્ટીરેટ્રોવાયરલ દવા એટલે કે HIVની દવા લેવી પડે છે. દવા વગર આ બીમારી ઉપર નિયંત્રણ લેવું લગભગ અસંભવ છે.

સત્યાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કોઈપણ વૈજ્ઞાનિકે એલિસ્ટ કંટ્રોલર્સની ઈમ્યૂન સિસ્ટમ અને HIV વચ્ચે થનારા સંઘર્ષનું રેકોર્ડિંગ કર્યું હોય અથવા તો તેનો રિપોર્ટ તૈયાર કર્યો હોય એવું બન્યું નથી. આપણે  માણસના શરીરની પ્રતિરોધક પ્રણાલી એટલે કે ઈમ્યૂન સિસ્ટમના HIV ઉપર થનારા હુમલા ઉપર ધ્યાન આપ્યું નથી. એટલા માટે એલીટ કંટ્રોલ જાહેર કરવામાં આવે છે. જે અત્યાર સુધી HIVને હરાવી ચૂક્યા હોય.

વૈજ્ઞાનિકો એમ પણ માને છે કે આ બંને માણસોના શરીરમાં HIVનો નબળો વાયરસ હોય. વૈજ્ઞાનિકોએ 64 એલીટ કંટ્રોલર્સના શરીર ઉપર HIV સંક્રમણનું અધ્યયન કર્યું છે. તેમાંથી 41 લોકો એવા હતા જે એટીરેટ્રોવાયરલ દવા લઈ રહ્યા હતા. પરંતુ દર્દી EC2એ આવી કોઈ દવા લીધી ન હતી.