હવે ભંગારમાં જશે તમારી જૂની ગાડીઓ, મોદી સરકાર લાવી રહી છે નવી પૉલિસી

હવે ભંગારમાં જશે તમારી જૂની ગાડીઓ, મોદી સરકાર લાવી રહી છે નવી પૉલિસી

જો તમારી ગાડી જૂની થઇ ગઇ છે તો તમે તેને ભંગારમાં મોકલી દેવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકાર જલદી એક નીતિ લઇને આવી રહી છે. તમને જણાવી દઇએ કે લાંબા સમયથી આ નીતિની વાત થઇ રહી છે.

જોકે, હવે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે આ નીતિ જલદી લાગૂ થશે. પ્રકાશ જાવડેકરે પણ જણાવ્યું કે વાહનોના ભંગારની નીતિનો પ્રસ્તાવ તૈયાર થઇ ચુક્યો છે અને દરેક સંબંધિત પક્ષોએ તેની પર સલાહ આપી દીધી છે.

આ પહેલા કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર જૂના વાહનોના ભંગારની નીતિ લાવવા માટે તૈયાર છે. તે હેઠળ બંદરગાહોને પાસે રીસાઇકલિંગ કેન્દ્ર બનાવી શકાય છે. ગડકરીએ કહ્યું હતું કે જૂની કારો, ટ્રકો અને બસોનો ભંગારમાં બદલવામાં આવશે.

ગડકરી મુજબ સરકારે દેશના પોર્ટની ઉંડાઇને 18 મીટર વધારવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ વાહનોને ભંગાર બનાવનારા રીસાઇકલિંગ પ્લાન્ટ પોર્ટ પાસે લગાવી શકે છે. તેનાથી પ્રાપ્ત થતી ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે ઉપયોગી હશે. કારણકે તે કાર, બસ અને ટ્રકોની ઉત્પાદનની સરેરાશ ઓછી કરશે જેનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની પ્રતિસ્પર્ધા વધી જશે.

ગડકરી મુજબ, પાંચ વર્ષની અંદર, ભારત દરેક કાર બસ અને ટ્રકના નંબર એક ઉત્પાદનનું કેન્દ્ર હશે. જેમા દરેક ઇંધણ, ઇથેનોલ, મિથેનોલ, બાયો-સએનજી, એલએનજી, ઇલેકટ્રિકની સાથે-સાથે હાઇડ્રોજન ઇંધણ સેલ પણ હશે.