માલ હૈ ક્યા? : ડ્રગ ચેટવાળા વોટ્સએપ ગ્રૂપની એડિમન દીપિકા!

માલ હૈ ક્યા? : ડ્રગ ચેટવાળા વોટ્સએપ ગ્રૂપની એડિમન દીપિકા!

શનિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દીપિકા પદુકોણની પૂછપરછ કરશે. એ પહેલાં એવા અહેવાલ આવ્યા છે કે જે વોટ્સએપ ગ્રૂપમાં દીપિકા પદુકોણ અને તેની મેનેજર કરિશ્મા વચ્ચે ડ્રગ્સ અંગે ચેટ થઈ હતી, એ વોટ્સએપ ગ્રૂપની એડમિન દીપિકા પદુકોણ પોતે જ હતી ! દીપિકા પદુકોણે જ ૨૦૧૭માં એ ગ્રૂપમાં કરિશ્મા પ્રકાશને મેસેજ કરીને માલ હૈ ક્યા? એમ પૂછીને ડ્રગ અંગે માગ કરી હતી. દિલચસ્પ વાત એ છે કે તેના ગ્રૂપમાં જયા સાહા અને કરિશ્મા પણ હતી. જયા સાહા પણ ગ્રૂપની એડમિન છે. આ ગ્રૂપ ક્વાન ટેલેન્ટ એજન્સી અને દીપિકાની વચ્ચે બિઝનેસ માટે આ ગ્રૂપ શરૂ થયું હતું, પરંતુ જોત જોતાં એ ગ્રૂપ ડ્રગની આપ-લે માટેનું એક ગ્રૂપ બની ગયું હતું. શનિવારે દીપિકાને એનસીબીએ પૂછપરછ માટે બોલાવી છે. મીડિયા અહેવાલ મુજબ બોલિવૂડ એક્ટર દીપિકાના પતિ રણવીરસિંહે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દીપિકા સાથે પૂછપરછ દરમિયાન હાજર રહેવા દેવા માટે વિનંતી કરી છે. મીડિયા અહેવાલ મુજબ રણવીરસિંહે એનસીબીને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, દીપિકાને ક્યારેક ક્યારેક ગભરાટ થાય છે, એન્ઝાઇટી છે અને પેનિક એટેક આવે છે, તેથી તેને સાથે રહેવાની મંજૂરી આપવી જોઈએ. જો આ શક્ય ના હોય તો ફક્ત એનસીબીની ઓફિસમાં જવાની જ મંજૂરી આપી દેવામાં આવે.

દીપિકા પદુકોણ અને શ્રદ્ધા કપૂર જ નહીં અન્ય ૩૯ સેલેબ્સ ગ્દઝ્રમ્ના સ્કેનર હેઠળ

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહની આત્મહત્યા કેસ સાથે સંકળાયેલા ડ્રગ્સ મામલે હવે તપાસ શરૂ થઈ છે, જેમાં અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ સામે તપાસ-પૂછપરછ શરૂ થઈ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ સંદર્ભે પૂછપરછ મામલે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રિતસિંહ અને અન્યોને સમન્સ મોકલ્યા છે. મીડિયા અહેવાલ મુજબ આ અભિનેત્રીઓ જ નહીં અન્ય ૩૯ સેલેબ્સ પણ એનસીબીના સ્કેનર હેઠળ છે. અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, ૧૬/૨૦ની એફઆઇઆરમાં રહેલા આ નામો સીધા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં સંકળાયેલા છે. જોકે, હાલ તપાસ એજન્સીએ આ ૩૯ લોકોના નામ જાહેર કર્યા ન હતા.

જાણીતી અભિનેત્રીઓમાંથી રકુલ પ્રિતસિંહ શુક્રવારે એનસીબી સમક્ષ હાજર થઈ હતી, તો દીપિકા પદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ પણ શુક્રવારે હાજર થઈ હતી. સતત બીજા દિવસે ફરીથી એનસીબીએ કરિશ્માન પૂછપરછ માટે બોલાવી છે. જેમાં એનસીબી કરિશ્મા અને દીપિકાને આમને સામને રાખીને પૂછપરછ કરશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર કરિશ્માએ ચેટની વાત માની લીધી છે, પણ ડ્રગ્સ પર ગોળ ગોળ વાત કરી રહી છે. માટે એનસીબી દીપિકા અને કરિશ્માની એકસાથે પૂછપરછ કરવા માંગે છે.

સુશાંત ડ્રગ તપાસ પુરવાર કરે છે કે અંગત વોટ્સએપ ચેટ્સ ૧૦૦ ટકા સુરક્ષિત નથી

વોટ્સએપ ચેટિંગની એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની ઓફર કરતું હોવાથી તેને આમ તો સૌથી સુરક્ષિત મેસેન્જર એપ માનવામાં આવે છે. પરંતુ બોલિવૂડ ફિલ્મઉદ્યોગ સામે નાર્કોટિક કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા શરૂ કરેલી ડ્રગ સંબંધી તપાસ ઓનલાઇન પ્રાઇવસી સામે સવાલો ખડા કરે છે. એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટ થયેલા જૂના અને ડિલીટ થયેલા સંદેશાને પુનઃ પ્રાપ્ત કરવામાં એનસીબીને મળેલી સફળતા વોટ્સએપની વાતચીત કેટલી હદે સુરક્ષિત છે તે મુદ્દે સવાલ ઉઠાવે છે. વોટ્સએપ એન્ક્રિપ્શનનાં વચનો આપી રહ્યું હોવા છતાં વોટ્સએપ તમારી પ્રાઇવસીને કેટલા હદે જોખમમાં મૂકી શકે છે તે મુદ્દે સવાલ ખડા થાય છે.  વોટ્સએપ તમને મેસેજને હંમેશાં માટે ડિલીટ કરવાનો વિકલ્પ આપે છે. તો એમ પણ કહી શકાય કે જે વોટ્સએપ સંદેશાઓ વિષે તપાસમાં વાત થઇ રહી છે તે સંદેશા હંમેશાં માટે ડિલીટ નહોતા થયા. પ્રાપ્ત અહેવાલ મુજબ વોટ્સએપ તમારા ડિવાઇસ પર તે વાતચીતને લોગ ઓફ રાખે છે પરંતુ ફોરેન્સિક ધોરણે તેને ટ્રેસ કરી શકાય તેમ હોય છે.

મેસેજ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટ થતા હોવાનો વોટ્સએપનો દાવો

બોલિવૂડ કલાકારો સામે ટેમની વોટ્સએપ ચેટ આધારે ચાલી રહેલી તપાસ વચ્ચે વોટ્સએપે ફરી દાવો કર્યો છે કે મેસેજ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટ થતા હોય છે અને મેસેજ મોકલનાર અને પ્રાપ્ત કરનાર એમ બે તે સંદેશા જોઇ શકે છે. વોટ્સએપના પ્રવક્તાએ ઇમેલથી સ્પષ્ટતા કરી હતી કે મેસેજ કરનાર અને પ્રાપ્ત કરનારને બાદ કરતાં કોઇ તે સંદેશા સુધી પહોંચી શકતું નથી, વોટ્સએપ પણ નહીં. લોકો વોટ્સએપ પર ફોન નંબરનો ઉપયોગ કરીને સાઇન અપ થતા હોય છે.

સુશાંતની ગળું દબાવી દઈને હત્યા કરાઈ હોવાનો પારિવારિક વકીલનો દાવો

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂત ૧૪ જૂન ૨૦૨૦ના દિવસે મુંબઇ ખાતેના તેના નિવાસે મૃત હાલતમાં મળ્યા હતા. સુશાંતના ચાહકો સહિત તેના પરિવારવાળા પણ તેના મૃત્યુનું કારણ જાણવા માગે છે. આ કેસમાં તપાસ ચાલુ છે, ત્યારે સુશાંતના પારિવારિક વકીલ વિકાસસિંહે એક ટ્વિટમાં દાવો કર્યો છે કે એમ્સની ટીમે તેમને જણાવ્યું હતું કે સુશાંતનું મોત ગળું દબાવીને કરાયું છે. સીબીઆઇ દ્વારા સુશાંત કેસને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાથી બદલીને હત્યા કેસમાં તેને ફેરવી નાખવામાં થઈ રહેલા વિલંબથી હવે હતાશા પેદા થઈ રહી છે. જેમણે મને ગળું દબાવી દઈને હત્યા કરાઈ હોવાનું જણાવ્યું હતું, એ ડોક્ટર એમ્સની ટીમના એક સભ્ય છે. બીજી તરફ વિકાસ સિંહે સીબીઆઇની તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સીબીઆઇ કેસની તપાસમાં મોડું કરી રહી છે અને મુંબઈ પોલીસની જેમ એનસીબી સિતારાઓની ફેશન પરેડ કરાવી રહી  છે.

વિકાસસિંહના આ દાવા સામે એમ્સના ફોરેન્સિક ચીફ સુધીર ગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, તપાસ હજુ પણ ચાલી રહી છે, ત્યારે વકીલ જે કહી રહ્યા છે, તે યોગ્ય નથી. અમે ગળા પરના નિશાન અને ક્રાઇમ સીનને જોઈને એ તારણ પર પહોંચી નહીં શકીએ કે તે હત્યા છે કે આત્મહત્યા.

ડ્રગ્સ કેસની તપાસ પણ સીબીઆઇને ટ્રાન્સફર કરવા રિયાની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત

સુશાંતસિંહના અપમૃત્યુ સાથે જ ચર્ચામાં આવેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીના વકીલે બોમ્બે હાઇકોર્ટમાં કહ્યું કે સુશાંતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં એનસીબીને તપાસ કરવાનો કોઈ અધિકાર નથી. વકીલ સતીશ માનશિંદે કહ્યું કે, બંનેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ ૨૭ એ પણ લગાવવી નહીં જોઇએ. આ કલમ ડ્રગ્સના ગેરકાયદે વેપાર સાથે સબંધિત છે, જેમાં દોષિત ઠરતાં ૧૦ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. તેમણે કહ્યું કે, જો કોઇ ડ્રગ્સ તેના કબજામાંથી મળી નથી અને આરોપ લાગ્યા છે તો તે ગુનો જામીનપાત્ર છે. યાદ રહે કે એનસીબીએ અત્યાર સુધીમાં રિયા અને શૌવિક સહિત ૧૬ને આ સંદર્ભે ગિરફતાર કર્યા છે. કલમ ૨૭એ લગાવવા અને જામીન આપવા કે ન આપવા અંગે તથ્યો પર સુનાવણી ૨૯ સપ્ટેમ્બરે કરશે.

કરણ જૌહરની ધર્મા પ્રોડક્શનના ડાયરેક્ટર ક્ષિતિજ પ્રસાદના ઘરેથી ડ્રગ્સ મળતાં ખળબળાટ..!

સુશાંતસિંહના મૃત્યુની સાથે સાથે ડ્રગ્સ કેસની તપાસ પણ ચાલી રહી છે, ત્યારે અનેક સેલિબ્રિટીઓ એનસીબીની તપાસ હેઠળ આવી ગઈ છે. કરણ જૌહરની ધર્મા પ્રોડક્શન કંપનીના ડાયરેક્ટર ક્ષિતિજ પ્રસાદના ઘરેથી ડ્રગ્સ મળ્યું છે. ડ્રગ્સ મળતાં નાર્કોેટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેની પૂછપરછ કરવા માંડી છે. મીડિયા અહેવાલ મુજબ ક્ષિતિજ પ્રસાદના ઘરે એનસીબીની ટીમ પહોંચી હતી અને તેની પૂછપરછ શરૂ કરી છે.

એનસીબીએ આ મામલે ક્ષિતિજને ૨૪ તારીખે સમન મોકલ્યો હતો. એ બાદ શુક્રવારે એનસીબીએ ક્ષિતિજના ઘરે છાપો માર્યો હતો. એ વખતે ક્ષિતિજ ઘરે ન હતો પણ ત્યાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. એ બાદ ક્ષિતિજને એનસીબી પોતાની સાથે ગેસ્ટ હાઉસ લઈ આવી પૂછપરછ શરૂ કરી હતી.  હવે કરણ જૌહરની હાઇપ્રોફાઇલ પાર્ટી અને તેમાં સામેલ સિતારાઓમાં ખળબળાટ મચી ગયા છે. આ કેસમાં હવે અનેક મોટી હસ્તિઓનું નામ સામે આવે એેવી શક્યતા છે. બીજી બાજુ શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સમક્ષ રકુલે પોતે ડ્રગ લીધું હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો કે એનસીબીને તેની એ વાત પર ભરોસો નથી. રકુલે કોઈ ડ્રગ્સ પેડલર્સ સાથે સંપર્ક હોવાના પણ ઇનકાર કર્યો હતો. એ ખરું કે રકુલે ૨૦૧૮માં રિયા ચક્રવર્તી ડ્રગ્સ ચેટ થઈ હોવાની વાત કબૂલી હતી. તેણે જણાવ્યું હતું કે રિયા ચેટમાં તેનો સામાન ( વીડ ) મગાવતી હતી. રિયાનો સામાન તેના ઘરે હતો. જો કે હવે રકુલની વાતમાં કેટલું સત્ય છે, તેની તપાસ પણ ટીમ કરશે. રિયા ચક્રવર્તીએ એનસીબી સમક્ષ રકુલ ડ્રગ્સ લેતી હોવાનું કહ્યું હતું.