હાથરસ કેસ : પીડિતાના ભાઈ અને આરોપી વચ્ચે 100થી વધુ વખત થઈ હતી ફોન પર વાત

હાથરસ કેસ : પીડિતાના ભાઈ અને આરોપી વચ્ચે 100થી વધુ વખત થઈ હતી ફોન પર વાત

હાથરસ કાંડની તપાસમાં નવો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે પીડિત પરિવાર અને મુખ્ય આરોપી સંદીપ ફોન દ્વારા પરસ્પર સંપર્કમાં હતા. પીડિત પરિવાર અને સંદીપની વચ્ચે ફોન પર વાતચીતનો ક્રમ ગત વર્ષ ઑક્ટોમ્બરમાં શરૂ થયો. પીડિત પરિવાર અને આરોપીની વચ્ચે 104 વાર ફોન પર વાતચીત થઈ.

62 કૉલ પીડિત પરિવાર તરફથી કરવામાં આવ્યા 

હાથરસ કાંડમાં આ ખુલાસો યૂપી પોલીસની તપાસમાં થયો છે. પોલીસે આરોપી અને પીડિત પરિવારના કૉલ રેકોર્ડને ખંગાળ્યો તો સામે આવ્યું કે વાતચીતનો ક્રમ ગત વર્ષની 13 ઑક્ટોબરથી શરૂ થયો. મોટાભાગના કૉલ ચંદપા વિસ્તારથી જ કરવામાં આવ્યા હતા, જે પીડિતાના ગામથી ફક્ત 2 કિમીના અંતર પર છે. આમાંથી 62 કૉલ પીડિત પરિવાર તરફથી કરવામાં આવ્યા તો 42 કૉલ આરોપી સંદીપ તરફથી કરવામાં આવ્યા હતા. યૂપી પોલીસે પોતાની તપાસમાં જોયું કે પીડિત પરિવાર અને આરોપી સંદીપની વચ્ચે નિયમિત અંતરે વાત થઈ છે. આરોપી સંદીપને કૉલ પીડિતાના ભાઈ તરફથી કરવામાં આવ્યા હતા.

SIT પોતાનો રિપોર્ટ બુધવારના મુખ્યમંત્રીને સોંપશે

આ દરમિયાન સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ પણ અંતિમ તબક્કામાં છે. SIT પોતાનો રિપોર્ટ બુધવારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપી શકે છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાનીમાં ડીઆઈજી ચન્દ્ર પ્રકાશ અને એસપી પૂનમે કેસની તપાસ કરી છે. ઉલ્લેખનીય છે કે SITએ ગત અઠવાડિયે તપાસ શરૂ કરી હતી અને 7 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરી હતી. એસઆઈટીની ટીમ ચંદપાના એ ગામ પણ પહોંચી જ્યાંની પીડિતા રહેવાસી છે. એસઆઈટીએ પીડિતાના પરિવારનું પણ નિવેદન લીધું.

4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે હાથરસની દીકરીનો 14 સપ્ટેમ્બરના હાથરસમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે યુવતીની જીભ કાપી દેવામાં આવી હતી. કરોડરજ્જુ પણ તોડી દેવામાં આવી હતી. હેવાનિયતનો શિકાર બનેલી યુવતીને સારવાર માટે અલીગઢની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તેને દિલ્હી સફદરજંગ હૉસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સંદીપ પણ સામેલ છે.