વિલંબ : નવી RTOનું મહિને 13 લાખ ભાડું ચૂકવાય છે પણ કામ જૂની RTOમાં થાય છે

વિલંબ : નવી RTOનું મહિને 13 લાખ ભાડું ચૂકવાય છે પણ કામ જૂની RTOમાં થાય છે

  • જૂનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી જગ્યા ભાડે રખાઈ હતી
  • RTO કહે છે, વધુ ભીડ થતી હોવાથી જૂના બિલ્ડિંગમાં કામગીરી ખસેડાઈ

નવી આરટીઓનું મહિને 13 લાખ ભાડું ચૂકવાય છે અને જૂની આરટીઓમાં લાઈસન્સની કામગીરી કાર્યરત છે. જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી જ નવા બિલ્ડિંગમાં જગ્યા ભાડે રાખી આરટીઓ કચેરી ખસેડવામાં આવી છે.

અરજદારોને બેસાડવા માટે આરટીઓમાં પૂરતી જગ્યા જ નથી. જેના કારણે જૂની આરટીઓ લાઇસન્સ વિભાગ કાર્યરત કરવો પડ્યો. જૂની આરટીઓમાં લાઇસન્સ અને આરસી બુકના ડોક્યુમેન્ટ પણ પડ્યા છે આ ડોક્યુમેન્ટની તિજોરી ખસેડવાનો ખર્ચ અંદાજે 25 લાખ છે આ ખર્ચની રકમ રાજ્ય સરકાર આપે તે માટે વારંવાર રજૂઆત કરાઈ છે. પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ જ અપાયો નથી.

જૂની ઓફિસમાં કામ સરળતાથી થાય છે
સુભાષબ્રિજ આરટીઓ બી.વી. લીંબાસીયાએ જણાવ્યું હતું કે, પાકા લાઇસન્સનું એન્ડોર્સ અને કાચુ રિન્યુ કરાવવા વધુ ભીડ થતી હોવાથી જૂના બિલ્ડિંગમાં કામગીરી ખસેડાઇ છે. અરજદારોને બેસવા માટે ખુરશીઓ મુકાઈ છે. જૂની આરટીઓમાં સરળતાથી કામગીરી થાય છે.

જૂનું બિલ્ડિંગ જોખમી હોવાનો રિપોર્ટ
જૂની આરટીઓનું બિલ્ડિંગ જર્જરિત છે. આરએનબી વિભાગે આ બિલ્ડિંગ ઉપયોગને લાયક નહીં હોવાનું જણાવી બિલ્ડિંગ ખાલી કરવા અત્યાર સુધીમાં 4થી 5 વાર આરટીઓ કચેરીને જાણ કરી છે. આમ છતાં કાચા- પાકા લાઇસન્સની કામગીરી જૂની આરટીઓમાં ખસેડાઈ છે.

( Source – Divyabhaskar )