ન્યૂઝીલેન્ડનો પાસપોર્ટ આખા વર્લ્ડમાં સૌથી પાવરફુલ, જાણો ભારતનું સ્થાન કયા ક્રમે છે?

ન્યૂઝીલેન્ડનો પાસપોર્ટ આખા વર્લ્ડમાં સૌથી પાવરફુલ, જાણો ભારતનું સ્થાન કયા ક્રમે છે?

સૌથી વધુ પાવરફુલ પાસપોર્ટની વાત આવે ત્યારે તેનો પાવર ઘણો ઓછો થઈ જાય છે. તાજેતરમાં જાહેર થયેલા પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ તેનો રેન્કિંગ ૨૧મા સ્થાને છે. આખા વિશ્વમાં સૌથી વધુમાં વધુ પાવરફુલ પાસપોર્ટ ન્યૂઝીલેન્ડનો ગણાય છે. તેના પાસપોર્ટધારકો ૮૬ દેશમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે અને ૪૩ દેશમાં વિઝા ઓન અરાઇવલના લાભ મેળવે છે. ત્યાંના પાસપોર્ટધારકોને ૬૯ દેશમાં જવા માટે પાસપોર્ટ મેળવવો પડે છે. અમેરિકા અને મલેશિયા રેન્કિંગમાં ૨૧મા ક્રમે છે.

ભારતના પાસપોર્ટધારકને ૧૮ દેશમાં વિઝા વિના પ્રવેશ

ભારતને સંબંધ છે ત્યાં સુધી પાસપોર્ટ રેન્કિંગમાં તેનું સ્થાન ૫૮મું છે અને બેનિન, ગેબોન, જોર્ડન, અલ્જિરિયા જેવા દેશો સાથે તે ૫૮મો ક્રમ ધરાવે છે. ભારતના પાસપોર્ટધારક ૧૮ દેશમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે, ૩૪ દેશમાં વિઝા ઓન અરાઇવલના લાભ મેળવે છે અને ૧૪૬ દેશમાં વિઝા મેળવ્યા પછી પ્રવેશ કરી શકે છે.

બીજા નંબરે જાપાન, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો

પાવરફુલ પાસપોર્ટના મામલે ન્યૂઝીલેન્ડ એકલો એવો દેશ છે જે પહેલો ક્રમ ધરાવે છે. બીજા નંબરે જાપાન, જર્મની, ઓસ્ટ્રિયા, લક્ઝમબર્ગ, સ્વિત્ઝર્લેન્ડ, આયર્લેન્ડ, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા છે જ્યારે ત્રીજા નંબરે સ્વીડન, બેલ્જિયમ, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેનનો સમાવેશ થાય છે.